For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સાઉદીમાં વિઝા મર્યાદાથી વધુ રોકાયેલા ભારતીયો વિરુદ્ધ થશે કાર્યવાહી'

|
Google Oneindia Gujarati News

saudi-arabia
દુબઇ, 17 જૂનઃ સાઉદી અરબ સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને ચેતવ્યા છે કે, આ દેશમાં બહાર જવા સંબંધી આપાત પ્રમાણ પત્ર હાસલ કર્યા પછી નક્કી મર્યાદાથી વધુ સમય સુધી અહીં રોકાવા બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું છે કે, વિઝા અનુસાર નક્કી મર્યાથી વધારે સમય સુધી સાઉદી અરબમાં રોકાનારા ભારતીયો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ જેલ, દંડ અને બીજી વખત પ્રવેશ પર રોકની સાથે સ્વદેશ મોકલવાની કાર્યવાહી પણ થઇ શકે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દૂતાવાસ નક્કી મર્યાદાથી વધુ સમય સુધી રોકાનારા ભારતીય નાગરિકોને આગ્રહ કરે છે કે સાઉદી સરકાર તરફથી 3 જૂલાઇ 2013 સુધી અતિરિક્ત સમયની જાહેરાત થકી આપવામાં આવેલી છૂટછાટનો લાભ લેવામાં વિલંબની કોઇપણ સ્થિતિ ઉભી કરવાથી બચો.

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે આપાત પ્રમાણ પત્રને જારી કરવાની તિથિના દિવસે જ તેને પ્રાપ્ત કરો. સાઉદી અરબમાં નિતાકત કાયદાના કારણે મોટી માત્રામાં ભારતીય નાગરીકો બેરોજગાર થાય તેવી આશંકા છે. આ ભયથી તેઓ સ્વદેશ પરત ફરી રહ્યાં છે. આ કાયદા અનુસાર કોઇપણ કંપનીમાં દરેક 10 પ્રવાસી કર્મચારીઓમાં એક સાઉદી નાગરીકને સામેલ કરવો પડશે.

English summary
The Indian embassy in Riyadh has warned its citizens not to overstay their visa in Saudi Arabia and leave the country immediately once they have obtained Emergency Certificates to avoid penal action over Nitaqat law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X