જાપાનમાં 'જેબી'નો કહેર, 9 લોકોએ ગુમાવ્યા જીવ

ભયંકર પૂર હજુ ભુલાયું નથી ત્યાં તો ફરી કુદરતે જાપાન પર કહેર વરસાવ્યો છે

ટોક્યોઃ જાપાનમાં અવારનવાર કુદરતી આફતો દસ્તક આપતી રહે છે. તાજેતરમાં જ આવેલું ભયંકર પૂર હજુ ભુલાયું નથી ત્યાં તો ફરી કુદરતે જાપાન પર કહેર વરસાવ્યો છે. હાલ જાપાનમાં જેબી નામનું વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. જેને પગલે દેશ આખાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અહીં જુઓ તબાહીનો વીડિયો.

9 લોકોનાં મોત

આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે કેટલાય લોકોએ ઘર છોડી દેવાની ફરજ પડી છે. જાપાનમાં પાછલા 25માં આવેલ વાવાઝોડાઓમાંનું આ સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. હાલ જાપાનમાં ભારે પવનની સાથે વરસાદ પડી રહ્યો છે. બુધવારે એરપોર્ટ કંપનીઓ 3000 યાત્રીઓને હોડી દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડી રહી છે.

પશ્ચિમી ક્ષેત્રને ભારે નુકસાન

મંગળવારે જાપાનમાં 216 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જેબી વાવાઝોડાનો કહેર સૌથી વધુ જાપાનના પશ્ચિમી ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે. સરકારે તમામ એરપોર્ટ બંધ કરી દીધા છે. અગાઉ મંગળવારે 600થી વધુ ઉડાણ રદ કરવી પડી હતી. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સરકારે કહ્યું કે 10 લાખથી વધુ લોકો વીજળી વિના જ રહી રહ્યા છે.

રેક્સ્યૂ ઓપરેશન હાથ ધરાયું

રેક્સ્યૂ ઓપરેશન હાથ ધરાયું

જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેએ પોતાના અધિકારીઓને રેસ્ક્યૂ ઑપરેશન કરી લોકોને શક્ય તેટલી જલદી સુરક્ષિત સ્થળે પહોંચાડવા કહ્યું છે. જાપાનના સ્થાનિક મીડિયા મુજબ આ વાવાઝોડામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. જેબી વાવાઝોડાથી પશ્ચિમી જાપાન સૌથી વધુ પ્રભાવિત થયું છે અને લોકોમાં ડરનો માહોલ છવાયો છે.

વાવાઝોડાંનો કહેર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X