કાબુલમાં આત્મઘાતી હુમલો, 5નું મૃત્યુ, 20 ઘાયલ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 5નું મૃત્યુ થયું છે અને 20 લોકો ઇજાગ્રસ્ત છે. કાબુલમાં શિયા મસ્જિદની બહાર એક વ્યક્તિએ આત્મઘાતી હુમલો થયો હતો. બપોરે લગભગ 2 વાગે આ હુમલો થયો હતો અને આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ હુમલામાં ઘાયલ થયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, શુક્રવારની નમાઝ બાદ મસ્જિદની બહાર એક હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો.

Kabul Suicide Attack

મળતી માહિતી અનુસાર, હુમલાખોર મસ્જિદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ પોલીસે તેને પકડવાની કાર્યવાહી હાથ ધરતાં તેણે પોતાને ઉડાવી દીધો હતો. આ લખાય છે ત્યાં સુધી કાબુલમાં મસ્જિદ બહાર થયેલ આ આતંકવાદી હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને નથી લીધી. આ પહેલાં બુધવારે(27 સપ્ટેમ્બર) પણ કાબુલ એરપોર્ટ પર લગભગ 30 રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના મીડિયાના અહેવાલો અનુસાર, આ હુમલાના નિશાના પર અમેરિકન રક્ષા મંત્રી જેમ્સ મેટિસ હતા. જેમ્સ મેટિસ કાબુલ પહોંચ્યા પછીની ગણતરીની મિનિટોમાં એરપોર્ટ પર રોકેટ ફેંકવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ત્રણ વિસ્ફોટ પણ થયા હતા. 

English summary
Kabul Suicide Attack: At least 5 dead, 20 injured.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.