For Quick Alerts
For Daily Alerts

ગજબ! બિલાડીને બનાવવા માગતા હતા પોતાની ઘરવાળી
ન્યુયોર્ક, 3 જૂનઃ જર્મન ફેશન ડિઝાઇનર કાર્લ ગેલરફેલ્ડને પ્રેમ થઇ ગયો અને તે લગ્ન કરવા માગે છે, પરંતુ જ્યારે ખબર પડી કે તેઓ કોઇ યુવતી સાથે નહીં પરંતુ બિલ્લી સાથે લગ્ન કરવા માગે છે તો લોકોના હોંશ ઉડી ગયા.
કાર્લને તેમની સફેદ રંગની સિયામી બિલ્લી ચોપેટ સાથે પ્રેમ થઇ ગયો છે. તેમણે જણાવ્યા પ્રમાણે ચોપેટ તેમના જીવનનો પ્રેમ છે અને તેઓ તેની સાથે લગ્ન કરવા માગે છે.
અમેરિકાના સમાચારપત્ર ન્યુયોર્કમાં છપાયેલા અહેવાલ અનુસાર લેગરફેલ્ડે કહ્યું કે, માનવ અને જાનવર વચ્ચે અત્યારસુધી લગ્ન થતા નથી. મે ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોઇ બિલાડીના પ્રેમમાં પડી જઇશ. નોંધનીય છે કે, કાર્લ લેગરફેલ્ડની બિલાડી કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી. તેના ટ્વિટર પર 27000 ફોલોઅર્સ છે.
Comments
English summary
German fashion designer Karl Lagerfeld has described his white Siamese cat Choupette as the love of his life.New York