For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid19: 7 વર્ષ પહેલા જ આ શખ્સે જણાવી દીધું હતું- આવી રહ્યો છે કોરોનાવાઈરસ

Covid19: 7 વર્ષ પહેલા જ આ શખ્સે જણાવી દીધું હતું- આવી રહ્યો છે કોરોનાવાઈરસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસથી પીડિત લોકોની સંખ્યા 1 લાખ 51 હજાર 760 થઈ ગઈ છે, આ જીવલેણ વાયરસ અત્યાર સુધીમાં 137 દેશમાં ફેલાઈ ચૂક્યો છે અને તેના લપેટામાં આવી 6000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે ભારતમાં પણ કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા 114 પર પહોંચી ગઈ છે જ્યારે અત્યાર સુધીઆ વાયરસના લપેટામાં આવવાથી 2 લોકો મોતનો શિકાર થઈ ગયા છે. લદ્દાખ, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીરમાં એક-એક, કર્ણાટકમાં 2 અને કેરળમાં કોરોનાવાઈરસના 3 નવા કેસ સામે આવ્યા છે.

મારકો નામના શખ્સનું જૂનું Tweet વાયરલ થયું

મારકો નામના શખ્સનું જૂનું Tweet વાયરલ થયું

તો આ દરમિયાન કોરોનાવાઈરસને લઈ એક ચોંકાવનારા સામાચાર આવ્યા છે, જણાવી દઈએ કે મારકો નામના એક શક્સે 7 વર્ષ પહેલા જ જાણકારી આપી દીધી હતી કે કોરોનાવાઈરસ આવી રહ્યો છે. તેણે 3 જૂન 2013ના રોજ ટ્વીટમાં લખ્યું હતું- 'કોરોનાવાઈરસ... આવી રહ્યો છે' પરંતુ ત્યારે લોકોએ તેને ટ્વીટને નજરઅંદાજ કરી દીધું હતું. પરંતુ આજે વિશ્વભરમાં કુલ 169316 લોકો કોરોનાવાઈરસથી પ્રભાવિત છે અને 6000થી વધુ લોકોએ દમ તોડી દીધો છે.

તો મારકોની ભવિષ્યવાણી સાચી હતી...

તો મારકોની ભવિષ્યવાણી સાચી હતી...

જણાવી દઈએ કે ટ્વિટર પર એકવાર કરવામાં આવેલ ટ્વીટને એડિટ કરવાનો વિકલ્પ નથી દેતો એટલે કે મારકોની ભવિષ્યવાણી સાચી હતી. મારકોના સાત વર્ષ જૂના ટ્વીટ પર હવે લોકો રિપ્લાય કરી તેને આ વિશે પૂછવા લાગ્યા છે કે આખરે આ બધી કેવી રીતે ખબર પડી હતી. હાલ મારકો ક્યાંનો રહેવાસી છે, તે કોઈને ખબર નથી પડી, મારકોનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે

મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે

જો ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના દર્દીઓ સતત વધી રહ્યા છે, સોમવારે કોવિડ-19ના 5 તાજા રિપોર્ટ સામે આવ્યા છે, જેમાંથી ત્રણ મુંબઈ, એક નવી મુંબઈ અને ત્રણ 1 યવતમાલનો છે, સૌથી ચોંકાવનારો મામલો મુંબઈની નજીક આવેલ કલ્યાણનો છે, આની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે કોરોનાવાઈરસના કારણે કેટલાય રાજ્યોની સ્કૂલ-કોલેજો, મોલ, સિનેમાઘર બંધ કરી દેવામાં આવ્યા છે, સોશિયલ મીડિયા પર પણ લોકોને સંપૂર્ણપણે સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

  • કોરોનાવાઈરસના સંક્રમણથી બચવા માટે સાબુથી 2020 સેકન્ડ સુધી હાથ ધોવ.
  • હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
  • આના માટે આલ્કોહોલયુક્ત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય ચે. ગીચ વિસ્તારોમાં જવાનું ટાળો.
  • જે લોકોને ઉધરસ કે શરદી હોય, તેમના સંપર્કમાં ના આવો. તમારા નાક-મોઢા અને આંખોને વારંવાર ના અડો.
  • જો તમને ઉધરસ, શરદી કે તાવ હોય તો તરત ડૉક્ટર પાસે જાવ.
  • ઉધરસ કે છીંકતી વખતે નાક-મો પર રૂમાલ કે ટિશ્યૂ પેપર રાખી લો.

Coronavirus: ફ્રાંસમાં લૉકડાઉનનું એલાન, આગલા 15 દિવસ સુધી ઘરથી બહાર ના નીકળવાની સલાહCoronavirus: ફ્રાંસમાં લૉકડાઉનનું એલાન, આગલા 15 દિવસ સુધી ઘરથી બહાર ના નીકળવાની સલાહ

English summary
Man predicted coronavirus 7 years ago on twitter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X