For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળનો એકાંત સહન કરી શકે તેવા દંપત્તિની શોધ

|
Google Oneindia Gujarati News

Mars
એક કરોડપતિ વ્યક્તિના નેતૃત્વમાં એક દળ પ્રયોગ માટે એક એવા વૃદ્ધ દંપત્તિની શોધ કરી રહ્યું છે, જે મંગળ ગ્રહ સુધી જઇને પરત આવી શકે. આ દળનું નેતૃત્વ પૂર્વ અંતરિક્ષ પર્યટક રહી ચૂકેલા ડેનિસ ટીટો કરી રહ્યાં છે. ઇન્સપિરેશન માર્સ ફાઉન્ડેશન નામની સંસ્થાનુ આ અભિયાન સંપૂર્ણ પણે ખાનગી રકમથી કરવામાં આવશે. તેમની યોજના છે કે અંદાજે દોઢ વર્ષ ચાલનારા આ અભિયાન જાન્યુઆરી 2018થી શરૂ કરવામાં આવશે.

બીબીસીના અહેવાલ અનુસાર, આ સંસ્થાએ એક અધ્યયન કર્યું છે, જે અનુસાર આ પ્રકારનું અભિયાન હાલની ટેક્નિકો થકી ચલાવી શકાય છે. આ સંસ્થાને હજુ આ અભિયાન માટે પૈસા એકઠાં કરવાના છે. જે લોકો આ અભિયાનમાં સામેલ છે તેમાના જેન પોઇન્ટરે કહ્યું છે કે,

આ અભિયાન માટે એક વૃદ્ધ દંપત્તિની શોધ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે કોઇ વૃદ્ધ દંપત્તિમાં જ એટલું અડ્જસ્ટમન્ટ હોય છે જેટલું બે વર્ષ સુધી અંતરિક્ષમાં દુનિયા સાથેના તમામ જોડાણથી દૂર એકબીજા સાથે રહેવા માટે જોઇએ.

જેન પોઇન્ટરે કહ્યું કે, હું મારા અનુભવોથી કહી શકું છું કે જો તમારી પાસે કોઇ એવું હોય કે જેના પર તમે સંપૂર્ણપણે ભરોસો રાખી શકો છો તો તે કોઇ સામાન્ય વાત નથી.

જેન પોઇન્ટર જેમણે પોતાની સાથે પ્રયોગમાં સામેલ એક સહયોગી સાથે લગ્ન પણ કરી લીધા હતા, તે કહે છે કે જે પ્રકારની પરિસ્થિતિઓનો સામનો મંગળ પર જનારા દંપત્તિને કરવો પડશે તે ઘણો જ પડકારજનક હશે. તે વજનપુર્વક કહે છે કે, આ કામ માટે એવા દંપત્તિની શોધ કરવામાં આવી રહી છે જે મુશ્કેલીઓનો સામનો કરીને પણ એકબીજાની સાથે ખુશ રહે.

યોજના અનુસાર એક વૃદ્ધ દંપત્તિની પસંદગી કરવામાં આવશે જેનું સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતા પર રેડિએશનનો વધારે પ્રભાવ ના પડે. જેમની પસંદગી કરવામાં આવશે તેમને ટ્રેનિંગ આપવામાં આવશે અને યાત્રા દરમિયાન ધરતી પર ઉપસ્થિત કેન્દ્રથી તેમને મનોવૈજ્ઞાનિક સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

English summary
A married couple is being sought to represent humanity on the first manned mission to Mars to be launched in 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X