For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઉપડ્યા મોસ્કો, રોકાણ બેગણુ કરવા મામલે થશે કરાર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ઉપડી ગયા છે વિદેશ પ્રવાસ પર. આ વખતે તે ફરી એક વાર રશિયાના પ્રવાસે છે. બુધવારથી શરૂ થનારી તેમની આ દિવસીય યાત્રા દરમિયાન તે રક્ષા સોદા પર ખાસ ભાર મૂકશે. સાથે જ યૂરેશિયા આર્થિક ક્ષેત્રને લઇને મુક્ત વેપારના કરાર પર પણ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુટિનનો સાથે કરાર કરશે.

વિદેશ સચિવ એસ. જયશંકરે આ પ્રવાસ વિષે જણાવતા કહ્યું કે મોદી ભારત અને રુસ વચ્ચે યોજનારા વાર્ષિક સહયોગ સંમેલનમાં ભાગ લેશે. આ યાત્રા દરમિયાન પરમાણુ ઊર્જા, હાઇડ્રોકાર્બન, રક્ષા અને વેપાર સમેત અનેક મુદ્દા પર કરાર થશે. સાથે જ ભારત યૂરેશિયા આર્થિક ક્ષેત્રમાં એકી સાથે એફટીએ બનાવવા મુદ્દે પણ ચર્ચા કરશે.

narendra modi

સાથે જ મોદીના રુસ પ્રવાસ પહેલા પીએમની અધ્યક્ષતામાં સુરક્ષા મુદ્દા પર એક કમેટીની બેઠક પણ થઇ હતી. જેમાં ભારત અને રુસના સંયુક્ત રૂપ 200 કામોવ- 226ટી હેલિકોપ્ટર નિર્માણની પણ મંજૂરી આપી હતી. નોંધનીય છે આનાથી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પણ તેજી મળશે. આ પ્રવાસ દરમિયાન ભારતને રુસી એસ-400 ટ્રમ્ફ એયર મિસાઇસ્લ ખરીદવાની પ્રણાલી મેળશે.જેની કિંમત 40 હજાર કરોડ રૂપિયા છે.

નોંધનીય છે કે આ વિદેશ પ્રવાસ દરમિયાન દ્રિપક્ષીય વેપાર વધે અને રોકાણ વધે તે પર પણ મોદી અને પુટિન વચ્ચે વાર્તાલાપ થશે. સાથે જ નવો રોકાણ કરાર પણ બન્ને દેશો વચ્ચે થશે જેમાંથી બન્ને દેશો વચ્ચે 15-15 અરબ ડોલરનું રોકાણ થશે.

English summary
The visit by Prime Minister of India, Narendra Modi to Russia starting today is an extremely crucial one. Terrorism, defence deals and the Netaji Subhas Chandra Bose files will be on the agenda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X