For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થયો પૃથ્વીમાં જોરદાર ધમાકો ને થયું ચન્દ્રનું સર્જન

|
Google Oneindia Gujarati News

લંડન, 5 જુલાઇઃ અંધકારમય રાત્રીમાં શિતળ ચાંદની બક્ષતા ચંદ્રને લઇને અવાર-નવાર ચર્ચાઓ થતી રહે છે. દરરોજ ચન્દ્રની ઉત્પત્તિ અને સર્જનને લઇને વિશ્વભરના વૈજ્ઞાનિકો દ્વારા સતત નવા-નવા સંશોધનો કરવામાં આવી રહ્યાં છે. આ યાદીમાં હવે એક નવું સંશોધન જોડાઇ ગયું છે. જો કે, તેને લઇને હજુ વિવાદ છે અને અન્ય વૈજ્ઞાનિકો કદાચ આ નવી થિયરીને અપનાવવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે.

આ વખતે એક નવી ચર્ચા જન્મી છે, જેમાં વૈજ્ઞનિકોનું કહેવું છે કે પૃથ્વીમાં થયેલા એક જોરદાર ધમાકાના કારણે ચંદ્રની રચના થઇ હતી. આ ધમાકો 4 બિલિયન વર્ષ પહેલા થયો હતો. આ વિવાદિત નવી થિયરી અનુસાર પૃથ્વીમાં થયેલા જોરાદર ન્યુક્લિઅર ધમાકાથી 40 બિલિયન ઓટોમિક બોમ્બ્સનો જથ્થો પૃથ્વીથી અલગ થયો હતો, જેમાના કેટલાક એકઠાં થતા ચન્દ્રની રચના થઇ હતી. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ ચન્દ્ર અંગેનું નવુ સંશોધન.

સાડા ચાર બિલિયન વર્ષ પહેલા થયો ધમાકો

સાડા ચાર બિલિયન વર્ષ પહેલા થયો ધમાકો

ગ્રહોના વૈજ્ઞાનિક વિમ વાન વેસ્ટ્રેનને વિશ્વાસ છે કે આ ધમાકો સાડા ચાર બિલિયન વર્ષ પહેલા થયો હતો અને તેનાથી વિખુટા પડેલા તૂકડામાંથી જ ચન્દ્રની રચના થઇ હતી.

પહેલા ખુલાસામાં સામાન્ય માહિતી

પહેલા ખુલાસામાં સામાન્ય માહિતી

આમેસ્ટરડેમની વીયુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે એક વૈજ્ઞાનિક મેગેઝિનને જણાવ્યું હતું કે, પહેલા જે ખુલાસો થયો તે ચન્દ્ર કેવી રીતે આવ્યો તે અંગે સામાન્ય માહિતી હતી.

 અવકાશમાં બની ગયો ચન્દ્ર

અવકાશમાં બની ગયો ચન્દ્ર

ચાર્લ્સ ડાર્વિનના પુત્ર, એસ્ટ્રોનોમર જ્યોર્જ ડાર્વિને કહ્યું હતું કે, વર્ષો પહેલા પૃથ્વી ઘણી ઝડપથી તેની ધરી પર ફરી હતી અને તેના કારણે એક ભાગ છૂટો પડી ગયો હતો, જે અવકાશમાં ચન્દ્ર બની ગયો.

ન્યુક્લિઅર ધમાકો જ પૃથ્વીના એક ભાગને કરી શકે છે અલગ

ન્યુક્લિઅર ધમાકો જ પૃથ્વીના એક ભાગને કરી શકે છે અલગ

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એવા ઘણા બધા અવશેષો મળ્યા છે, જે વેસ્ટ આફ્રિકામાં છે 10 મીટર કરતા મોટા છે, જે 10 બિલિયન વર્ષ પહેલા કાર્યરત હતા. વાન વેસ્ટેરેને કહ્યું કે, એકમાત્ર ન્યુક્લિઅર ધમાકો જ એવો છે કે જે પૃથ્વીમાંથી એક ભાગને અલગ કરી શકે છે અને તેના કારણે ચન્દ્રનું નિર્માણ અવકાશમાં થયું છે.

English summary
Scientist claims moon was created by massive nuclear blast which tore apart our planet four billion years ago
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X