For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કીવથી બહાર નીકળવાની કોશિશમાં એક ભારતીય છાત્રને વાગી ગોળી

કેન્દ્રીય મંત્રી વીકે સિંહે યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય છાત્રના ઘાયલ થવાના સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ કેન્દ્રીય મંત્રી વીકે સિંહે યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય છાત્રના ઘાયલ થવાના સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યુ કે મને આજે માહિતી મળી છે કે એક છાત્ર કે જે કીવથી આવી રહ્યો હતો તેને ગોળી વાગી ગઈ છે ત્યારબાદ રસ્તામાંથી જ તેને પાછો લઈ જવામાં આવ્યો. અમે કોશિશ કરી રહ્યા છે કે ઓછામાં ઓછામાં નુકશાનથી વધુ લોકોને અહીંથી કાઢવામાં આવી શકે. તમને જણાવી દઈએ કે વીકે સિંહ હાલમાં પોલેન્ડમાં છે અને ત્યાંથી તે યુક્રેનથી આવી રહેલા ભારતીય છાત્રોને બહાર નીકળવામાં મદદ કરી રહ્યા છે.

vk singh

વીકે સિંહે જણાવ્યુ કે રેસજોથી કાલે 4 વિમાન રવાના થશે, વૉરશૉથી એક વિમાન રવાના થશે. અમે કોશિશ કરી રહ્યા છે કે 800-900 છાત્રોને મોકલવામાં આવે કારણકે તેમની પાસે રહેવાની જગ્યા નથી. તેમના માટે એક અસ્થાયી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તે બહુ વધુ આરામદાયક નહિ હોય. વીકે સિંહે જણાવ્યુ કે અમે છેલ્લા ત્રણ દિવસમાં 7 વિમાન પાછા રવાના કર્યા છે જેમાં લગભગ દરેક વિમાનમાં 200 છાત્રો હતા. અમુક છાત્રો વૉરશૉમાં રોકાઈ ગયા કારણકે તેમના દોસ્ત અને સંબંધીઓ અહીં છે. આ લોકો પોલેન્ડમાં સુરક્ષિત છે.

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં અત્યાર સુધી સેંકડો લોકોના જીવ જઈ ચૂક્યા છે. જ્યારે યુએનના રિપોર્ટ અનુસાર 10 લાખથી વઘુ લોકો બેઘર થઈ ગયા છે. આ દરમિયાન યુક્રેનથી સામાન્ય નાગરિકોને બહાર જવા દેવા માટે અને મેડિકલ સુવિધાઓ પહોંચાડવા માટે યુક્રેન અને રશિયા વચ્ચે સુરક્ષિત કૉરિડોર બનાવવા પર સંમતિ બની ગઈ છે. આ કોરિડૉર દ્વારા સામાન્ય નાગરિક યુક્રેનથી બહાર જઈ શકે છે. જેના માટે બંને દેશો વચ્ચે કોરિડોર પર સીઝ ફાયરની સંમતિ બની છે.

English summary
MoS VK Singh informs one indian got injured while coming from Kyiv.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X