For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિડની પહોંચ્યા પીએમ મોદી, અલફોંસ એરિનામાં આજે મેગા શો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિડની, 17 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની 10 દિવસની વિદેશ યાત્રાના આગામી પડાવ હેઠળ આજે સવારે બ્રિસ્બેનથી સિડની પહોંચ્યા. નરેન્દ્ર મોદી સિડનીમાં લગભગ હજારો ભારતીયોને સંબોધિત કરશે.

આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર લગભગ 1 વાગે અલફોંસ એરિનામાં થશે. નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવા માટે ઓલંપિક પાર્કના અલફોંસ એરિનામાં લગભગ 17 હજાર લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કુલના બાળકોએ ખાસ 'નમો નમો' ગીત તૈયાર કર્યું છે. મેલબોર્નથી સિડની સુધી 'મોદી એક્સપ્રેસ' સ્પેશિયલ પણ દોડાવવામાં આવે છે, જેમાં યાત્રીઓને ગુજરાતી ભોજન સર્વ કરવામાં આવ્યું.

સિડનીમાં તેમના સંબોધનને લઇને જોર-શોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અલફોંસ એરિનામાં મોટી સંખ્યામાં મોટી-મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે, જ્યાંથી લોકો પીએમ નરેન્દ્ર મોદીને સાંભળી શકે છે. સ્કુલના બાળકોએ પણ ગીત-સંગીતને લઇને તૈયારીઓ કરી છે. પીએમના ભાષણને સાંભળવા માટે મોદી એક્સપ્રેસ દ્વારા 250 લોકો સિડની પહોંચ્યા છે. મોદી એક્સપ્રેસ તિરંગાના રંગથી રંગવામાં આવી છે આ ટ્રેનને 800 કિમીની સફર કરી છે.

આ પહેલાં પીએમે બ્રિસ્બેનમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયાઇ વેપારી સાથે નાસ્તા પર મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે પરિવર્તન માટે સુશાસન પહેલું પગથિયું છે. આ અવસર પર વડાપ્રધાને વેપારીઓને પણ સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકાર દેશમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાને વેપારીઓને કહ્યું કે તેમની સરકારે દેશમાં ખૂબ નીતિગત પરિવર્તન કર્યા છે જેમાં તેલ, ગેસ અને શ્રમ કાયદામાં સુધારા જેવા પરિવર્તન પણ સામેલ છે. વડાપ્રધાને વેપારીઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપતાં જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા અને ભારત પરસ્પર વેપારના ક્ષેત્રમાં મળીને ખૂબ કામ કરી શકે છે.

modi-sydney-2
English summary
Having wrapped up his G20 summit in Brisbane, Prime Minister Narendra Modi on Monday flew to Sydney where he will address the Indian diaspora at Allphones Arena at Olympic Park in Sydney later today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X