ઓસામાને આ રીતે માથામાં મારી હતી કમાન્ડોએ ગોળી

તેણે જણાવ્યું કે મે લાદેનનું ભેજુ બહાર આવતા જોયું. મે તેને અંતિમ શ્વાસ લેતા જોયો. મે અનુભવ્યું કે લાદેનનો નાનો છોકરો આ ઘટનાનો સાક્ષી હતો. આ સીલ કમાન્ડોએ ઓસાબા બિન લાદેનના માથા પર ત્રણ ગોળીઓ મારી હતી. તેણે જણાવ્યું કે લાદેને પોતાની પત્નીને ઢાલ તરીકે ઉપયોગમાં લીધી હતી. હું આ નાઇટ વિઝન ગોગલ્સની મદદથી જોઇ શકતો હતો, પરંતુ લાદેન સંપૂર્ણપણે અંધારામાં હતો. તે સાંભળી શકતો હતો પરંતુ જોઇ શકતો નહોતો. કમાન્ડોએ કહ્યું કે ઓસામા પર એ માટે ફાયરિંગ કરવું પડ્યુ, કારણ કે એક બંદૂક તેની નજીક પડી હતી.
એક્સવાયર મેગેઝીનમાં અમેરિકા સીલ કમાન્ડોનું આ ઇન્ટરવ્યુ આગામી મહિનામાં છપાશે. નોંધનીય છે કે અમેરિકન સીલ કમાન્ડોએ લાદેનને 2 જૂન 2011એ પાકિસ્તાનના એબટાબાદમાં તેના ઠેકાણા પર ઠાર માર્યો હતો.
એસ્કવાયર મેગેઝીન સાથેની વાતચીતમાં કમાન્ડોએ કહ્યું કે સેના છોડ્યા બાદ તેની પાસે ના તો મેડિકલ વિમો છે અને ના તો પેન્શન સુવિધા. વિશ્વના સૌથી મોટા ખતરનાક આંતકીને ખત્મ કરનાર કમાન્ડોએ કહ્યું કે મારા અને મારા પરિવારની મેડિકલ સુવિધા બંધ કરી દેવામાં આવી. મે પૂછ્યું કે મેડિકલ સુવિધાને અપગ્રેડનું કોઇ પ્રાવધાન છે, તો તેમણે કહ્યું કે ના. તમે સેનાની બહાર છો તેથી તમે કવરેજની બહાર છે. તમારી 16 વર્ષની સેવા બદલ ધન્યવાદ. ઇન્ટરવ્યુમાં આ પૂર્વ સીલ કમાન્ડોની ઓળખ માત્ર ધ શૂટરના રૂપમાં છે.












Click it and Unblock the Notifications
