For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝ શરીફ ભારત સાથે મજબૂત સંબંધ ઇચ્છે છે

|
Google Oneindia Gujarati News

nawaz-sharif
નવી દિલ્હી, 3 જૂન : પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઇ રહેલા નવાઝ શરીફ ભારત સાથે મજબૂત સંબંધો ઇચ્છે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારત સાથે સંબંધ સુધારવા તેમની વિદેશ નીતિનો જ એક ભાગ છે.

ભારતમાં પાકિસ્તાનના દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આમ કહેવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન)ની જીત બાદ નવાઝ શરીફ ભારત સાથે સારા સંબંધોની વાત કહી ચૂક્યા છે. ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે પણ તેનો સકારાત્મક જવાબ આપ્યો છે. તેમણે આ દિશામાં આગળ વધતા પોતાનો વિશેષ દૂત પાકિસ્તાન મોકલ્યો હતો. બંને દેશો તરફથી પ્રગટ કરવામાં આવેલી સારી ભાવનાઓ વધારે સારા વાતાવરણના સંકેત આપે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન મૈત્રીપૂર્ણ અને સહયોગાત્મક સંબંધો ઇચ્છે છે જેથી બંને દેશોના લોકોને તેનો લાભ મળે. નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ કાશ્મીર સહિતની દરેક સમસ્યાઓના સમાધાનને વાતચીત મારફતે શોધવાનો પ્રયાસ કરવો જોઇએ અને બંને દેશો વચ્ચે વધારે સહયોગની તકો શોધવી જોઇએ.

બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે મીડિયાની ભૂમિકા પણ મહત્વની રહી છે. આમ થવાથી બંને દેશો વચ્ચે વિશ્વાસ વધશે. સારા સંબંધોને કારણે બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધવાને કારણે પડકારોનો સામનો કરવો સરળ બનશે.

English summary
Nawaz Sharif wants strong relationship with India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X