ઉત્તર કોરિયામાં જે ભૂકંપ અનુભવાયો તે કિમ જોંગનું પાંચમુ પરમાણુ પરીક્ષણ હતું!
એક વાર ફરી ઉત્તર કોરિયાએ કંઇક તેવું કર્યું છે. જેનાથી અમેરિકા સમેત વિશ્વના તમામ દેશોના કાન સરવા થઇ ગયા છે. ઉત્તર કોરિયાએ તેના સ્થાપના દિવસ પર 5મો પરમાણુ પરીક્ષણ કર્યું છે. જેનાથી ત્યાં 5.3 તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો છે.
દક્ષિણ કોરિયાની સરકારી એજન્સી મુજબ ઉત્તર કોરિયાના પ્યૂંગગી-રીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ તે વિસ્તાર છે જે ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

અમેરિકાના ભૂગર્ભ વૈજ્ઞાનિકો તેવી આશંકા વ્યક્ત કરી છે કે જમીનમાં ઉપરની સપાટી પર અનુભવાયેલા આ ભૂકંપ પ્રાકૃતિક ભૂકંપ નહીં પણ ટેસ્ટના કારણે થયેલા ભૂકંપ હોઇ શકે. ત્યારે જો ખરેખરમાં પરમાણુ પરીક્ષણની આ વાત સાચી હોય તો ઉત્તર કોરિયાનું આ 5મું પરમાણુ પરીક્ષણ છે. નોંધનીય છે કે તેણે જાન્યુઆરી પણ પરમાણુ ટેસ્ટ કર્યો હતો.












Click it and Unblock the Notifications
