For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ ગ્રહની વન વે ટ્રિપ માટે એક લાખ લોકોની અરજી

|
Google Oneindia Gujarati News

લંડન, 14 ઓગસ્ટ : લાલ ગ્રહ મંગળ પર વન વે ટ્રેપને માટે અબજો ડોલરનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સફરનો આરંભ વર્ષ 2022માં થશે. તે માટે અત્યાર સુધીમાં દુનિયાભરમાંથી એક લાખથી વધારે અરજીઓ આવી છે.

અરજી કરનારાઓ માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે વ્યક્તિની વય 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. સફર માટેની ફી અરજદારની રાષ્ટ્રીયતા પર આધારિત રહેશે. ‘માર્સ વન પ્રોજેક્ટ' વન-વે ટ્રિપ હોઈ એવો સવાલ થઈ રહ્યો છે કે મંગળ પર જનારા લોકો ત્યાંની ધરતી પર કઈ રીતે જીવી શકશે? આમ છતાં અરજી કરનારાઓની સંખ્યા વધી જ રહી છે.

mars-one-project-map

માર્સ વન પ્રોજેક્ટ મિશન પાછળ અંદાજે 6 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે. અરજદારોમાંથી કેટલા લોકોએ અત્યાર સુધીમાં ફી ચૂકવી છે તે વિશે ‘માર્સ વન પ્રોજેક્ટ'ના સીઈઓ અને સહ સ્થાપક બાસ લેન્સડોર્પે કોઈ માહિતી આપી નથી. ઘણા અરજદારોએ તેમના પ્રોફાઈલ્સ પૂર્ણ કર્યા નથી. કેટલાકે તેમની રાષ્ટ્રીયતા દર્શાવી નથી.

અમેરિકન નાગરિકો માટે અરજી માટેની ફી 38 ડોલર રાખવામાં આવી હોવાનો અહેવાલ છે. દરેક રાષ્ટ્રની માથાદીઠ આવકના આધારે અરજીની ફી નક્કી કરવામાં આવી છે. મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ હોવાનું હજી સુધી સાબિત થયું નથી. ત્યારે આ ટ્રિપની મજા માણવાની ઇચ્છા ધરાવનારા લોકોના સાહસને દાદ આપવામાં આવી રહી છે.

English summary
One lakh people apply for one way trip to Mars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X