For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાલાને ગોળી મારનારની જાણકારી આપનારને એક કરોડનું ઇનામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

malala
કરાંચી, 11 ઑક્ટોબર: પાકિસ્તાનમાં મલાલા યુસુફજાઇ પર હુમલો કરનારની જાણકારી આપનારને એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે કરી છે. છોકરીને શિક્ષણ અંગે સમર્થન પુરું પાડનાર અને તાલિબાનનો વિરોધ કરનાર 14 વર્ષીય મલાલા સ્કૂલેથી ઘરે પરત ફરી રહી ત્યારે તેને ગોળી મારવામાં આવી હતી. ડોક્ટરોએ તેના શરીરમાંથી ગોળી કાઢી નાંખી હતી. પરંતુ હજુ સુધી તે આઇસીયૂમાં છે અને તેની હાલત ગંભીર છે.

ખૈબર પખ્તુનખ્વાના સૂચના મંત્રી ઇફ્તિખાર હૂસૈને ઇમાન જાહેર કર્યાની જાણકારી આપી હતી, મલાલાના કાકા અહેમદ શાહે પેશાવરમાં તેના ઓપરેશન અંગે મીડિયાને જાણકારી આપી છે કે પેશાવરમાં લેડી રીડિંગ હોસ્પિટલના ન્યૂરોસર્જરી વિભાગની પ્રમુખ મુમતાજ ખાન અને તેની ટીમ ઓપરેશન કરી રહી છે. સેનાના હોસ્પિટલમાં કરવામાં આવેલા ઓપરેશન મંગળવારે મોડી રાત્રે બે વાગ્યાથી બુધવારે સવારે પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું.

ડૉક્ટરોએ તેના માથામાં આવેલા સોજાને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઓપરેશન દરમિયાન વધુ પડતું લોહી વહી જતાં તેની તબિયત સંપૂર્ણ રીતે ઠીક નથી. જો તેની તબિયત વધુ બગડશે તો તેને દુબઇ લઇ જવામાં આવશે.

મલાલાએ તાલિબાનના ફરમાન વિરૂદ્ધ છોકરીઓને શિક્ષિત કરવાનું અભિયાન ચલાવી રહી હતી. જેના કારણે તાલિબાન આતંકીના હિટ લિસ્ટમાં હતી. હુમલાની જવાબદારી તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ લીધી છે. સાથે સાથે ધમકી મળી છે કે જો મલાલા બચી જશે તો ફરીથી તેના પર હુમલો કરવામાં આવશે. મલાલા પર હુમલો કર્યા બાદ તાલિબાને તેના સંબંધીઓ પર હુમલો કરવાની ધમકી આપી છે.

English summary
Pakistani authorities on Wednesday announced a reward of Rs 1 crore for information leading to the capture of the militants who attempted to assassinate teenaged rights activist Malala Yousufzai, who was shot and seriously injured in the former Taliban stronghold of Swat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X