For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ પીએમની ધરપકડના આદેશ અપાયા

By Super
|
Google Oneindia Gujarati News

Raja-Pervez-Ashraf
ઇસ્લામાબાદ, 15 જાન્યુઆરીઃ પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ત્યાંના પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફની ધરપકડના આદેશ આપતાની સાથે જ રાજકીય સંકટ ઘેરાયું છે. પ્રધાનમંત્રીની ધરપકડ રેન્ટલ પાવરમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રધાનમંત્રી સહિત 16 લોકોની ધરપકડના આદેશ આપ્યા બાદ પાકિસ્તાનમાં સત્તા પલટનાની સંભાવના એકદમ પ્રબળ થઇ ગઇ છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણ સભ્યોની પીઠે આ આદેશ આપ્યો છે. આ પીઠની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરી કરી રહ્યાં હતા. સુપ્રીમ કોર્ટના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ આ મામલામાં પ્રધાનમંત્રી સાથે જ 16 અન્ય લોકોને 24 કલાકની અંદર ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફની ધરપકડ બાદ રિપોર્ટ સૌંપવા કહ્યું છે.

નોંધનીય છે કે ઇસ્લામાબાદમાં વર્તમાન સંસદ ભંગ કરવાની માંગ મૌલાના કાદરીની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે અને લાખોની સંખ્યામાં લોકો પ્રદર્શન અને દેખાવો કરી રહ્યાં છે. કોર્ટે આજે ધરપકડના આદેશ આપી 24 કલાકની અંદર કસ્ટડીમાં લેવાની તાકીદ કરી છે.

English summary
Pakistan on Tuesday plunged into a fresh political crisis with the Supreme Court ordering the arrest of Prime Minister Raja Pervez Ashraf for allegedly receiving bribes in power projects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X