For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાહોરમાં ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારીમાં પાકિસ્તાન

પાકિસ્તાન લાહોરના એક ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારી કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ટર્કીના રસ્તે ચાલીને પાકિસ્તાન લાહોરના એક ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારી કરી રહ્યુ છે. ભારતે પાકિસ્તાનના આ નિર્ણયની નિંદા કરીને પાકિસ્તાન હાઈ કમિશન પાસે આકરો વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે પાકના નજીકના અને પીએમ ઈમરાન ખાનના મિત્ર ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્ડોગાને પણ ચર્ચ હાગિયા સોફિયાને એક મસ્જિદમાં બદલી દીધુ છે. એર્ડોગાનના આ પગલાં પર ગ્રીસે વિરોધ દર્શાવ્યો છે.

lahore guruwara

ભારતે કહ્યુ શીખો માટે પવિત્ર છે જગ્યા

ભારત તરફથી સોમવારે પાક હાઈ કમિશનમાં લાહોમાં ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જીને મસ્જિદમાં ફેરવવાનો નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'આજે પાકિસ્તાન હાઈ કમિશનમાં એક આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના લાહોરની નૌલખા બજારમાં સ્થિત ગુરુદ્વારા શહીદી અસ્તાન ભાઈ તારુ જીને મસ્જિદ શહીદ ગંજ જણાવવામાં આવી રહ્યુ છે અને આને એક મસ્જિદમાં બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ જગ્યા ભાઈ તારુ જીની શહીદી જગ્યા છે અને ઐતિહાસિક છે.' અનુરાગ શ્રીવાસ્તવે આગળ કહ્યુ કે ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જી એક ઐતિહાસિક સ્થાન છે કારણકે અહીં સન 1745માં ભાઈ તારુ જીએ સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ. આ એ જ જગ્યા છે જે સીખો માટે ખૂબ પવિત્ર છે અને આ ઘટનાને ભારતમાં ચિંતાની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે.

પીએમ ઈમરાનને એક્શની અપીલ

તેમણે કહ્યુ કે પાકિસ્તાન પાસે હંમેશાથી લઘુમતી સમાજની રક્ષા અને તેમના વિકાસની માંગ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હંમેશાથી સિખ સમાજ સાથે ખરાબ વ્યવહારના સમાચારો આવતા રહે છે. અકાલી દળના પ્રવકતા મનજિંદર સિંહ સિરસાએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ટ્વિટ કર્યુ અને માંગ કરી કે તે કટ્ટરપંથીઓ સામે એક્શન લે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના કટ્ટરપંથી આ શહીદી સ્થાનને સંપૂર્ણપણે ખતમ કરી દેવા ઈચ્છે છે. આ મૌલિક માનવાધિકારની વિરુદ્ધ છે અને એક વ્યક્તિને તેના ધર્મની આઝાદીથી રોકે છે.

ઈસરોના 11 કર્મચારી કોરોના સંક્રમિત, ખાનગી હોસ્પિટલે ઉભી કરી સમસ્યાઈસરોના 11 કર્મચારી કોરોના સંક્રમિત, ખાનગી હોસ્પિટલે ઉભી કરી સમસ્યા

English summary
Pakistan to convert a Gurudwara into mosque in Lahore, India lodges a protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X