For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિમાનના ઘોંઘાટથી પોપટનું મોત થતાં 2 લાખનું વળતર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

parrot
લંડન, 4 જૂન: બ્રિટનમાં એક પોપટના માલિકને વાયુસેના પાસેથી 2200 પાઉન્ડ (લગભગ બે લાખ)નું વળતર મળ્યું છે. જો કે ઘર ઉપરથી પસાર થયેલા વાયુસેનાના એક વિમાનના ઘોંઘાટથી તેના આકર્ષક પોપટનું મોત નિપજ્યું હતું. વાયુસેનાના હરક્યૂલિસ પરિવહન વિમાનનો અવાઝ સાંભળીને પોપટ એકદમ ડરી ગયો હતો.

આયરશાયરને આ ઘટનાની જેમ ઓછી ઉંચાઇ પર ઉડનાર વિમાનનો અવાઝ સાંભળીને એક પોપટ પોતાના વસવાટ પરથી નીચે પડી ગયો હતો અને તેના બંને પગ ભાંગી ગયા હતા. સેના પ્રમુખે બંને મામલાઓમાં નિર્વાહ ખર્ચ આપવાની સહમતિ દર્શાવી છે. આ બંને મામલોઓ ગત ત્રણ વર્ષ દરમિયાન સેનાના વિમાનીની નીચી ઉડાનોના કારણે થયેલા નુકસાનને લીધે નિર્વાહ ખર્ચ માટે કરવામાં આવેલા 200 દાવામાં સામેલ છે. ડેલી મિરરના જણાવ્યા અનુસાર આ દાવાઓને પતાવવા માટે રક્ષા મંત્રાલયે 14 લાખ પાઉન્ડની રકમ અધિકૃત કરી છે.

રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રક્ષા મંત્રાલય એવા બધા કેસમાં નિર્વાહ ખર્ચનું ચૂકવણું કરશે. અમે વિમાનીની નીચી ઉડાનોથી જમીન પર થનાર ખતરાને સારી પેટે સમજે છે. નાગરિકોની સુરક્ષા પણ અમારી પ્રાથમિકતા યાદીમાં સામેલ છે.

English summary
A parrot owner in the UK has been given 2,200 pounds in compensation after his exotic bird was killed by the noise from a low-flying Air Force plane.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X