For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઇરાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 48 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

તેહરાન, 10 ઓગષ્ટ: ઇરાનમાં એક નાનુ યાત્રી વિમાન રાજધાની તેહરાનના મેહરાબાદ હવાઇ મથકની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. દુર્ઘટના સમયે વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 48 લોકો સવાર હતા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇરાની સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં તમામ લોકોના મોત થઇ ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 52 યાત્રીઓના બેસવાની જગ્યા હતી. એક સમાચાર એજન્સી અનુસાર ઉડાન ભર્યાના તુરંત બાદ વિમાનના એન્જીનના ફેઇલ થઇ જવાના કારણે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.

આ વિમાન તબાસ જઇ રહ્યું હતું. મેહરાબાદ મધ્ય તેહરાનની પાસે છે અને આ દેશનું સૌથી વ્યસ્ત હવાઇ મથક છે, જ્યાંથી ઇરાનના તમામ શહેરો માટે વિમાન ઉડાન ભરે છે. મોટાભાગની આંતરરાષ્ટ્રીય ઉડાનો તેહરાનના ઇમામ ખોમેની આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી ઉડાન ભરે છે. આ ઇરાનની રાજધાનીના પશ્ચિમમાં સ્થિત છે.

tehran
ઇરાનમાં છેલ્લા ઘણા વર્ષો દરમિયાન સતત વિમાની દુર્ઘટના ઘટતી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે. આ દુર્ઘટનાઓ માટે જુના વિમાનો અને ખરાબ દેખરેખને જવાબદાર ગણાવવામાં આવે છે.

આઇઆરએનએ અને ફાર્સ સમાચાર એજન્સિઓ અનુસાર તબાન એરલાઇનનું વિમાન પૂર્વી શહેર તબાસ જઇ રહ્યું હતું અને દુર્ઘટના સ્થાનીય સમયાનુસાર સવારે 9 વાગ્યેને 18 (જીએમટી અનુસાર 4 વાગ્યાને 48 મિનિટ) પર ઘટી હતી.

ઇરાન એરના મોટાભાગના બોઇંગ વિમાન દેશમાં 1979માં થયેલી ઇસ્લામિક ક્રાંતિના પહેલા ખરીદવામાં આવ્યા હતા. ઇસ્લામિક ક્રાંતિના કારણે ઇરાનના અમેરિકા અને યૂરોપની સાથે સંબંધ તણાવપૂર્ણ થઇ ગયા હતા.

English summary
Forty-eight people were killed when a small passenger plane crashed in the west of the Iranian capital Tehran.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X