For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: બર્મિંઘમમાં વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન આર્મીનો વિરોધ, સ્ટેડિયમ ઉપરથી પ્લેન નીકળ્યું

Video: બર્મિંઘમમાં વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન આર્મીનો વિરોધ, સ્ટેડિયમ ઉપરથી પ્લેન નીકળ્યું

|
Google Oneindia Gujarati News

બર્મિંઘમઃ યૂનાઈટેડ કિંગડમના બર્મિંઘમમાં ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ દરમિયાન ફરી એકવાર પાકિસ્તાને શર્મિંદગીનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન તો વર્લ્ડ કપ બહાર થઈ ગયું હતું પરંતુ તેનો વિરોધ થમવાનું નામ જ નથી લઈ રહ્યો. ગુરુવારે જ્યારે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનો બીજો સેમીફાઈનલ મેચ રમાઈ રહ્યો હતો એ દરમિયાન આકાસમાંથી એકવાર ફરી એક પ્લેન પસાર થયું. આ વખતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ મેચ દરમિયાન આ ઘટનાએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. મેચ બર્મિંઘમમાં એજબેસ્ટન ગ્રાઉન્ડમાં રમાઈ રહી હતી અને આકાસમાં પાકિસ્તાન આર્મીનો વિરોધ થઈ રહ્યો હતો.

baluchistan

આવા પ્રકારની ત્રીજી ઘટના

આ ત્રીજી ઘટના છે જ્યારે આવા પ્રકારનું કોઈ પ્લેન આકાશમાંથી પસાર થયું હોય અને તેના દ્વારા કોઈ રાજનૈતિક સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી છે. આ પ્લેનમાં બેનર લાગ્યું હતું જેના પર લખ્યું હતું, વર્લ્ડ મસ્ટ સ્પીક ફૉર બલૂચિસ્તાન. અગાઉ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ચાલી રહેલ મેચ દરમિયાન આવા પ્રકારનું એક એરક્રાફ્ટ જોવા મળ્યું હતું જેના પર રાજનૈતિક સંદેશવાળું બેનર લાગ્યું હતું. હેડિંગ્લેમાં થયેલ આ ઘટના દરમિાન બેનર પર લખ્યું હતું, 'જસ્ટિસ ફૉર બલૂચિસ્તાન'. આ નવી ઘટના નિશ્ચિત રીતે પાકિસ્તાનને શર્મસાર કરનાર છે. ખાસ વાત છે કે જ્યારે આ ઘટના થઈ રહી હતી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, યૂકેમાં જ હતા. જ્યારે આ ઘટના પર આઈસીસીએ નિવેદન જાહેર કર્યું છે. આઈસીસી આવા પ્રકારના કોઈ રાજનૈતિક સંદેશની નિંદા નથી કરતું. બલૂચિસ્તાનના લોકો પર પાકિસ્તાન આર્મીની જેમ થનાર અત્યાચારને લઈ હંમેશાથી વિરોધ પ્રદર્શન થતો રહે છે. લોકોએ પાક આર્મી પર લોકોને ગાયબ કરવા સુધીના સંગીન આરોપ લગાવ્યા છે.

કર્ણાટક સંકટઃ સ્પીકરને રાજીનામું સોંપી મુંબઈ ચાલ્યા ગયા બાગી ધારાસભ્યોકર્ણાટક સંકટઃ સ્પીકરને રાજીનામું સોંપી મુંબઈ ચાલ્યા ગયા બાગી ધારાસભ્યો

English summary
plane with banner: world must speak up for baluchistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X