ફાર્બ્સ લિસ્ટ: દુનિયાના 10 સૌથી પાવરફૂલ લોકોમાં મોદીનો નંબર...

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ દુનિયાના 10 પાવરફુલ નેતાઓના લિસ્ટમાં સામેલ થઇ ગયું છે. ફોર્બ્સ મેગેઝિને દુનિયાના સૌથી પાવરફુલ 74 લોકોનું લિસ્ટ જાહેર કર્યું હતું. નોંધનીય છે કે આ લિસ્ટમાં અમેરિકાના હાલમાં જ રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રંપ બીજા નંબરે આવ્યા છે. તો જર્મનીના ચાંસલર એન્જેલા માર્કેલ ત્રીજા નંબરે આવ્યા છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પ્રથમ નંબરે આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ચાર વર્ષથી આ લિસ્ટમાં પુટિનનું નામ જ મોખરે આવે છે.

modi

ફોર્બ્સ મેગેઝિને મુજબ 1.3 અરબ લોકોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય છે. અને આ માટે જ આ લિસ્ટમાં તેમનું નામ 9માં નંબરે આવ્યું છે. મેગેઝિનના કહેવા મુજબ જલવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ પર તેમના આંતરાષ્ટ્રિય પ્રયાસોએ તેમને ગ્લોબલ નેતાની છબી આપી છે. વળી કાળાં નાણાં અને ભષ્ટ્રાચારથી લઇને 500 અને 1000ની નોટબંધી જેવા મુદ્દાને પણ મેગેઝિને આવર્યા છે.

ફોર્બ્સ મેગેઝિનેના ટોપ ટેન લીડરનું લિસ્ટ

1. રશિયાના રાષ્ટ્રપતિ પુટિન
2. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ
3. જર્મન ચાન્સલર એન્જેલા માર્કેલ
4. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ
5. વેટિકન પોપ ફ્રાંસિસ
6. યુએસ ફેડ મુખિયા જેનેટ યેલન
7. માઇક્રોસોફ્ટ કો ફાઉન્ડર બિલ ગેટ્સ
8. ગૂગલ કો ફાઉન્ડર લેરી પેઝ
9. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
10. ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગ

English summary
PM Narendra Modi is among top ten powerful people in the world, according to a list released by Forbes.
Please Wait while comments are loading...