For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: અશ્વેતની હત્યાથી ફાટી નિકળ્યા રમખાણ, ચોથા દિવસે પણ જારી

|
Google Oneindia Gujarati News

ફર્ગુસન, 14 ઓગષ્ટ: અમેરિકામાં મિસૌરીના ફર્ગુસનમાં એક નિર્દોષ અશ્વેત યુવકની હત્યા બાદ ફાટી નિકળેલા રમખાળ ગઇકાલે રાત્રે પણ ચાલુ રહ્યા અને પોલીસને પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરવા માટે મોટી સંખ્યામાં ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે પોલીસે યુવકની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા 350થી પણ વધારે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. ધુમાળાથી પરેશાન પ્રદર્શનકારીઓ મુખ્ય માર્ગથી હટીને ગલીઓ અને વાહનોમાં છૂપાઇ ગયા. અશ્વેત યુવકની હત્યા બાદથી જ પ્રદર્શનકારી દરરોજ રાત્રે સેંટ લૂઇસ વિસ્તારમાં એકત્રિત થઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

violence
પોલીસે વિરોધ પ્રદર્શનના કવરેજ માટે ગયેલા બે પત્રકારો, વોશિંગ્ટન પોસ્ટના વેસ્લી લોવરી અને હફિંગ્ટન પોસ્ટના જે. રિલીની ગઇકાલે રાત્રે ધરપકડ કરી લીધી હતી. જોકે બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગત શનિવારે 18 વર્ષીય નિર્દોષ માઇકલ બ્રાઉનની હત્યા બાદ ભીડે આખા દિવસે પ્રદર્શન કર્યું. ગુસ્સે થયેલી ભીડે ઘણા વાહનોને આગ ચાંપી દીધી અને દુકાનોના કાચ તોડી નાખ્યા હતા. યુવક પર ગોળી ફર્ગુસનના પોલીસ અધિકારીએ ચલાવી હતી.

ઉપદ્રવી ભીડે એબ્યુલન્સ અને ફાયરબ્રિગેડના વાહનોને પણ બાદ રાખ્યા ન્હોતા અને ભારે લૂટપાટ મચાવી. યુવકની માતા દ્વારા શાંતિ બનાવી રાખવાની અપીલ છતાં પ્રદર્શનકારીઓ પાછળ હટ્યા નહીં, જેમને દૂર કરવા માટે પોલીસે ટિયર ગેસ સેલનો સહારો લેવો પડ્યો હતો.

English summary
Violence in Ferguson: Police Fire Tear Gas, Smoke Bombs at Demonstrators.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X