For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વિદ્રોહીઓના હાથે લાગી શકે છે રાસાયણિક હથિયાર'

|
Google Oneindia Gujarati News

syria
દમિશ્ક, 9 ડિસેમ્બરઃ સીરિયાની સરકારે આશંકા વ્યક્ત કરી છે કે વિદેશી રાષ્ટ્ર દેશમાં વિદ્રોહીઓને રાસાયણિક હથિયાર અપાવી શકે છે, જેના કારણે બાદમાં સત્તાધિશ સરકારને દોષિત ઠેરવવામાં આવી શકે છે.

સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યા પ્રમાણે વિદેશ મંત્રાલયે શનિવારે સંયુક્ત રાષ્ટ્રમાં મોકલેલા પત્રમા કહ્યું છે કે, આ સંબંધમાં મીડિયામાંથી જે અહેવાલો મળી રહ્યાં છે, તેનાથી અમને ડર છે કે કેટલાક દેશ સીરિયામાં આતંકવાદીઓને સમર્થન કરી રહ્યાં છે. તે આતંકવાદીઓને રાસાયણિક હથિયાર આપી શકે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા દેશો પાછળથ સીરિયાની સરકાર પર રાસાયણિક હથિયારોના ઉપયોગનો આરોપ લગાવી શકે છે. સીરિયાના વિદેશ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે આતંકવાદી સંગઠન રાસાયણિક હથિયારોનો ઉપયોગ સીરિયાના નાગરીકો વિરુદ્ધ કરી શકે છે.

સીરિયાના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રને લખ્યું છે કે આ પત્ર એ સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા તથા પશ્ચિમી સહયોગી દેશોએ સીરિયાના રાસાયણિક શસ્ત્રાગારને લઇને ચિંતા વ્યક્ત કરતા આશંકા વ્યક્ત કરી છે કે સીરિયાની સરકાર તેનો ઉપયોગ વિદ્રોહીઓ વિરુદ્ધ કરી શકે છે. સીરિયાએ જો કે પોતાની પાસે રાસાયણિક હથિયાર હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની પાસે હથિયાર હશે તો પણ તે તેનો ઉપયોગ પોતાના નાગરીકો વિરુદ્ધ નહીં કરે.

English summary
The Syrian government has expressed concerns over the possibility of foreign countries providing the rebels chemical weapons and later frame the ruling-government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X