Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આતંકવાદ વિરુદ્ધ રશિયાએ ફરી ભારતને સમર્થન આપ્યું

આતંકવાદ વિરુદ્ધ રશિયાએ ફરી ભારતને સમર્થન આપ્યું

મૉસ્કોઃ પાછલા છ દશકોથી વધુ સમયથી રણનૈતિક ભાગીદાર રશિયાએ ફરી એકવાર આતંકવાદ પર ભારતને સમર્થન આપ્યું છે. ભારતમાં રશિયાના દૂતાવાસ તરફથી આ મામલે એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક તરફ ચીન તરફથી ભારતને સતત પડકાર ફેંકવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ શાંઘાઈ કૉ ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટિંગ માટે રશિયાની રાજધાની મોસ્કોમાં છે.

russia

આતંકવાદના દરેક સ્વરૂપની નિંદા

રશિયાના દૂતાવાસ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું કે ત્રણ સપ્ટેમ્બરના દિવસે રશિયામાં આતંકવાદ વિરુદ્ધ એકજુટતા પ્રદર્શિત કરવા માટે મનાવવામાં આવે છે. ભારત અને રશિયા એક સુરમાં આતંકવાદના દરેક સ્વરૂપની નિંદા કરે છે. દૂતાવાસ તરફથી આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરવામાં આવી કે તેઓ આતંકવાદના બચાવ અને તેનાથી લડવા માટે જરૂરી પગલાં ુઠાવે. આની સાથે જ કાઉંટર ટેરરિઝ્મના ઉપાયોને વધારવા પર પણ જોર આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ગુરુવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાના રશિયન સમકક્ષ જનરલ સર્ગેઈ શોઇગૂ સાથે મુલાકાત કરી છે. રાજનાથ સિંહે મુલાકાતને સારી મીટિંગ ગણાવી છે. તેમણે જણાવ્યું કે રશિયા તરફથી દેશની સુરક્ષા અને રક્ષા જરૂરતોને પૂરી કરવા માટે તેજીથી મદદ ઉપલબ્ધ કરાવવાનો દાવો કર્યો છે. રાજનાથ સિંહ, બુધવારે મોસ્કો પહોંચ્યા છે. ત્રણ દિવસના આ સફર પર તેમણે રશિયાના કેટલાય હથિયારોની સપ્લાઈ તેજ કરવાની સાથે જ કોન્ટ્રાક્ટ અંતર્ગત ગોળા બારૂદ અને સ્પેર પાર્ટ્સ સપ્લાઈ તરત કરવા પર જોર આપ્યું છે. ચીન સાથે તણાવની વચ્ચે જ ભારત અને રશિયાની નેવી વચ્ચે આજે બંગાળની ખાડીમાં વૉર એક્સરસાઈજ શરૂ થઈ રહી છે જે ચારથી પાંચ સપ્ટેમ્બર સુધી ચાલશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X