For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરફથી ઢકાયેલી ઝીલમાં શ્વાસ લઇ રહી છે જિંદગી

By Super
|
Google Oneindia Gujarati News

Antarctic
રશિયન વૈજ્ઞાનિકોએ બરફથી ઢકાયેલી એન્ટાર્કટિકા ઝીલના પાણીમાં જીવી રહેલા નવા પ્રકારના જીવાણુંઓની શોધ કરી હોવાના અહેવાલ છે. જો કે વૈજ્ઞાનિકો દ્વારા હજુ સુધી કોઇ પણ પ્રકારની પૃષ્ટિ કરી નથી. ઘણા શોધકર્તાઓ એન્ટાર્કટિકાની સૌતી મોટી સબગ્લેશિયલ ઝીલ-વોસ્તોકમાંથી એકઠા કરવામાં આવેલા નમૂનાઓને તપાસવામાં લાગેલા છે.

ગયા વર્ષે આ જ શોધકર્તાઓની એક ટૂકડીએ ઝીલ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને બરફમાં લગભગ 4 કિમીના ઉંડાણમાં છેદ કર્યો હતો. માનવામાં આવે છે કે વોસ્તોક કરોડો વર્ષ પહેલા સપાટીથી નોંખુ થઇ ગયું હતું.

એ વાતની સંભાવનાઓ ઉભી થઇ છે કે આ રીતે અલગ પડી ગયેલા પાણીના આ ટૂકડાએ પોતાની અંદર એક સુક્ષ્મજૈવિક જીવનને સમેટી રાખ્યું છે કે જે વિજ્ઞાન માટે એકદમ નવું હોઇ શકે છે. પરમાણુ ભૌતિકીના સેન્ટ પીટર્સબર્ગ સંસ્થાનની આનુવાંશિક પ્રયોગશાળાના સર્જી બુલાટ જણાવે છે કે, દુષિત હોવાના કારણે સંભાવનાઓને જો સાઇડલાઇન કરવામાં આવે તો આપણે જોઇ શકીએ છીએ કે જે ડીએનએ મળ્યા છે તે વૈશ્વિક ડેટાબેસના જાણીતા સ્વરૂપ સાથે મેચ થતા નથી. અમે જીવનના આ રૂપને અજ્ઞાત અને ઉપલબ્ધ કહી શકીએ છીએ.

ડો બુલાટે આગળ જણાવ્યું છે કે બેક્ટેરિયાના એક ખાસ સ્વરૂપનું બારીકાઇથી અધ્યયન કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે આ બેક્ટેરિયાના ડીએનએ પહેલેથી જ મોજૂદ સ્વરૂપથી 86 ટકા અલગ હતા. તે કહે છે કે, 90 ટકા સ્તરનો અર્થ છે કે તે એક અજ્ઞાત જીવ છે.

English summary
The scientists were studying samples from Lake Vostok when they came across the life form buried in the Antarctic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X