For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરબજીત સિંહે ફરી દાખલ કરી દયા અરજી

By Super
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 12 નવેમ્બરઃ છેલ્લા 22 વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક સરબજીત સિંહે નવેસરથી દયા અરજી દાખલ કરી છે. આ યાચિકામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પાસે મોકલવામાં આવી છે. આ દયા અરજીમાં લખવામાં આવ્યું છે કે જે રીતે ભારતે માનવતાના આધારે પાકિસ્તાનના નાગરીક ખલીલ ચિશ્તીને છોડ્યા છે, તેવી રીતે તેમને પણ છોડી મુકવામાં આવે.

સરબજીતને 1990મા પાકિસ્તાનના બોમ્બ વિસ્ફોટ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફાસીની સજા ફટકારવામાં આવી હતી. સરબજીતે રાષ્ટ્રપતિને અરજી કરી હતી કે તેમની ફાસીની સજા માફ કરી દેવામાં આવે અને તેમને ભારત મોકલી દેવામાં આવે, જેનાથી તે બાકીનું જીવન પોતાના પરિવાર સાથે વિતાવી શકે. તેમણે ઇસ્લામનો હવાલો આપતા કહ્યું હતું કે માફ કરવા જેવું કાર્ય તો ખુદા પણ પસંદ કરે છે અને ખુદા આમ કરવા બદલ રાષ્ટ્રપતિને શાબાશી આપશે.

સરબજીતના વકીલ ઓવૈસ શેખે સરબજીત સાથે લખપત જેલમાં મુલાકાત કરી હતી અને તેની દયા અરજી પર સહી લીધી હતી. વકીલ શેખે પોતાની ભારત યાત્રા અંગે સરબજીતને જણાવ્યું અને તેના પરિવારજનો તરફથી મોકલવામાં આવેલા સંદેશને પણ આપ્યો હતો.

English summary
Indian citizen Sarabjit Singh who is in prison of Pakistan signed a new mercy petition, to be sent to President Asif Ali Zardari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X