ઇરાની સંસદની અંદર ગોળીબારી, 7 લોકોના મોતની સંભાવના

Posted By:
Subscribe to Oneindia News

ઇરાનની સંસદની અંદર ગોળીબારી થવાની ખબરો આવી છે. સાથે જ તેવા પણ ખબર આવ્યા છે કે આ હુમલામાં 7 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકોને બાનમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં કેટલા લોકોની મોત થઇ છે કે કેટલાને બાનમાં લેવામાં આવ્યા છે તેના સ્પષ્ટ આંકડા નથી મળ્યા પણ માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં અત્યાર સુધી 7ના મોત થઇ રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ લોકો બંધૂક લઇને સંસદની અંદર ધૂસ્યા હતા.

Iran

માર્ચમાં આઇએસઆઇએસ દ્વારા પર્શિયન ભાષામાં વીડિયો રિલિઝ કરવામાં આવ્યો હતો જેમાં ઇરાની નાગરિકોને આઇએસઆઇએસમાં જોડાવાનું કહ્યું હતું. ઇરાનની તસ્મીન ન્યૂઝ એજન્સી દ્વારા જે સમાચાર જણાવવામાં આવ્યા છે તે મુજબ હાલ સુરક્ષાકર્મી અને હુમલો કરનાર વચ્ચે ગોળીબારી ચાલી રહી છે. અને એક વ્યક્તિ દ્વારા દક્ષિણ તેહરાનમાં સ્થિત આયાતોલ્લા ખોમેનિની કબર પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે હાલ પ્રાપ્ત થયેલા ખબર મુજબ બે હુમલાખોરોને પકડવામાં આવ્યા છે તેવી જાણકારી મળી છે. 

English summary
Shooting inside Iran parliament, some held hostage.
Please Wait while comments are loading...