For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ અમેરિકાએ અંતરિક્ષમાં મોકલ્યું

અમેરિકામાં પહેલી વાર કોઇ પ્રાઇવેટ કંપની દ્વારા દુનિયાનું સૌથી વધુ વજન ધરાવતું રોકેટ સ્પેસમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. જાણો આ સમાચાર અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં બુધવારે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હૈવીને સફળતાપૂર્વક અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાએ આ દ્વારા એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. કારણ કે આ રોકેટનું વજન 63.8 ટન છે. જાણ મુજબ આ રોકેટનું વજન બે સ્પેસ શટરના વજન જેટલું છે. ત્યારે આવા વજન વાળા રોકેટને અંતરીક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કરી અમેરિકાને નવો ઇતિહાસ સર્જ્યો છે. આ રોકેટને ફ્લોરિડાના જોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટ 230 ફૂટ લાંબુ છે. જેમાં 27 મર્લિન એન્જિન છે. આ રોકટનું વજન દુનિયાના તમામ રોકેટથી વધુ છે. જેને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યું છે. રોકેટમાં સ્પોર્ટ્સ કાર રોડસ્ટરને રાખીને સ્પેસમાં મોકલવામાં આવી છે. આ કાર સ્પેસએક્સના ફાઉન્ડર મસ્કની છે.

space

જેણે તેની કંપની ટેસ્લાએ બનાવી છે. આ કારમાં ત્રણ કેમેરા પણ છે. કેમેરા દ્વારા અંતરીક્ષના સુંદર ચિત્રોને કેદ કરવામાં આવશે. આ રોકેટ ફાલ્કન હૈવીને એક પ્રાઇવેટ કંપનીની મદદથી બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં તેવું પહેલી વાર બન્યું છે જ્યારે કોઇ રોકેટને સરકારી મદદ વગર બનાવવામાં આવ્યું હોય. આ રોકેટથી નાસાને ખૂબ જ મદદ મળશે તેવી આશા છે. ભારતીય સમય મુજબ આ રોકેટ બુધવાર રાતે 2 વાગ્યા ને 25 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી તાકતવાર રોકેટને સ્લાના બિલેનિયર એલન મસ્કની કંપની સ્પેસએક્સે બનાવ્યું છે. આશા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં આ રોકેટથી લોકોને ચંદ્ર પર પણ મોકલી શકાય.

English summary
SpaceX launches Falcon Heavy, world’s most powerful rocket. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X