For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદર્શનકારી ટોપલેસ યુવતીને જોઇને પુતિન બોલ્યા 'I like it'

|
Google Oneindia Gujarati News

બર્લિન, 9 એપ્રિલ: રશિયાના રાષ્ટ્રપતિને એ વખતે ખુબ જ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું, જ્યારે અચાનક એક મહિલા તેમની સામે નિર્વસ્ત્ર થઇને પ્રદર્શન કરવા લાગી. જર્મની પ્રવાસ દરમિયાન હનોવર પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની સામે કેટલીક મહિલાઓ નગ્ન અવસ્થામાં આવીને પ્રદર્શન કરવા લાગી.

અચાનક મહિલાઓ દ્વારા નગ્ન પ્રદર્શનને જોઇને પુતિન પહેલા તો અચંબામાં પડી ગયા, પરંતુ બાદમાં પુતિનને તે સારુ લાગ્યું. પુતિને કહ્યું કે ટોપલેસ થઇને પ્રદર્શન કરી રહેલી મહિલાઓનું એક્શન મને ગમ્યું. ટ્રેડ ફેરની મુલાકાતે આવેલા પુતિને ત્યાં સુધી કહી દીધું કે આયોજકોએ આ યુવતીઓનો આભાર વ્યક્ત કરવો જોઇએ કે તેઓ ન્યુડ થઇને તેમના ટ્રેડ ફેરને વધુ લોકપ્રીય બનાવવામાં મદદરૂપ થાય છે.

putin
બાદમાં તેઓ પોતાના નિવેદનનો બચાવ કરતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું કે રાજનૈતિક પ્રદર્શન વસ્ત્ર પહેરીને વધુ સારા થાય છે. તમારે બીજા કોઇ સ્થળે ન્યૂડ થવું જોઇએ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને જર્મન ચાંસલર એંજેલા સાર્કેલની સાથે હનોવરના એક ઔદ્યોગિક મેળામાં ગયા હતા. પુતિન અને એંજેલા જ્યારે વોક્સવેગનની કાર જોઇ રહ્યા હતા, અને ત્યારે જ એક યુવતી તેમની સામે આવી અને પોતાની ટી શર્ટ ઉતારી દીધી.

યુક્રેનના ફેમેન ગ્રુપ સાથે જોડાયેલી આ પ્રદર્શનકારી મહિલાઓએ પુતિન તાનાશાહ જેવા નારા લગાવ્યા. ફેમેન ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓ ગે-લેસ્બિયનના અધિકારો માટે પુતિનનો વિરોધ કરી રહી હતી. મહિલાઓના વિરોધ પ્રદર્શનના કારણે પુતિને આ ટ્રેડ ફેર વચ્ચે જ છોડવો પડ્યો. વિરોધ પ્રદર્શન વધતો જોઇને બાદમાં સુરક્ષા ગાર્ડે આ યુવતીની ધરપકડ કરી લીધી. ફેમેન એ ગ્રુપ છે જેણે 4 એપ્રિલના રોજ ટ્યૂનિશિયાની અમિનાને બચાવવાની દુનિયાભરમાં ટોપલેસ ઝૂંબેશ ચલાવી હતી.

English summary
Topless women protesters in Germany have shouted at Russian president Vladimir Putin as he toured a trade fair in Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X