શાંતિના દૂતને આતંકી સંગઠન ઉલ્ફાની ધમકી

Written By:
Subscribe to Oneindia News

ધર્મગુરૂ દલાઇ લામા એપ્રિલના પ્રથમ માસમાં આસામ ની મુલાકાતે જનાર છે, એ પહેલાં આતંકવાદી સંગઠન ઉલ્ફા દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્ફાએ દલાઇ લામાને ધમકી આપતાં કહ્યું છે કે, આસામની જમીન પર દલાઇ લામા ચીન વિરુદ્ધ બોલવાની હિંમત ના કરે.

dalai lama

ચીને પણ નોંધાવ્યો હતો વિરોધ

દલાઇ લામા 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી આસામ તથા અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો(આઇબી)ના આધિકારીઓએ પણ ચેતવણી આપી છે કે, દલાઇ લામાની આ મુલાકાતમાં તેમના માથે મુસીબત આવી શકે છે. ચીને પહેલાં જ આ મુલાકાત મામલે વિરોધ નોંધાવ્યો હતો. હવે આતંકી સંગઠન ઉલ્ફા તરફથી દલાઇ લામાને ધમકી આપવામાં આવી છે. આઇબી અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ધમકી ચીન તરફથી જ આપવામાં આવી છે.

ઉલ્ફાનો પ્રમુખ ચીનમાં છુપાયો છે

ઉલ્ફાનો પ્રમુખ પરેશ બરુઆ અત્યારે ચીનમાં જ ક્યાંક છુપાયેલો છે. ઉલ્ફાએ એક ઓપન લેટર લખ્યો છે, જેમાં દલાઇ લામાને આસામની મુલાકાત ન લેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર અભિજીત અસોમ બર્મન તરફથી લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દલાઇ લામાએ નોર્થ ઇસ્ટની મુલાકાત લેવાથી બચવું જોઇએ. સાથે જ આ મુલાકાત દરમિયાન ચીન વિરુદ્ધ એક પણ શબ્દ ન બોલવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ પત્રમાં આગળ લખ્યું છે કે, ચીને હંમેશા એક મૈત્રીપુર્ણ પાડીશી તરીકેનો વ્યવહાર કર્યો છે. આથી ચીન વિરુદ્ધનો એક પણ શબ્દ ન બોલાવો જોઇએ. આસામની ધરતી પર ભારતના આવા પ્રપોગેન્ડા સાંખી નહીં લેવાય.

એજન્સિઓ દ્વારા બરુઆની તપાસ

આ ધમકી બાદ નોર્થ ઇસ્ટના તમામ રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આઇબીનું કહેવું છે કે, નોર્થ ઇસ્ટમાં ચીન આ દરમિયાન હિંસક હુમલો કરી શકે છે. એજન્સિઓ હાલ બરુઆની તાપસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનના યુનાન પ્રાંતના રુઇલીમાં છુપાયેલો છે. ચીનમાં શરણ લેતાં પહેલાં તે ભૂટાન, મ્યાનમાર તથા બાંગ્લાદેશમાં પણ શરણ લઇ ચૂક્યો છે.

અહીં વાંચો - ટ્રંપની ટાઇ ટાઇ ફીશ, ઓબામાના આ બિલનું કંઇ ઉખાડી ના શક્યા!

ચીનની ચીમકી

ચીન તરફથી પહેલા પણ ભારતને આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. દલાઇ લામાએ આસામ તથા અરુણાચલ પ્રદેશની મુલાકાતની જાહેરાત કરી, ત્યારે જ ચીને ધમકી આપતાં કહ્યું હતું કે, દલાઇ લામાની આ મુલાકાતની ખરાબ અસર ભારત-ચીનના સંબંધો પર પડશે.

English summary
Ulfa warns Dalai Lama not to utter single word against China.
Please Wait while comments are loading...