For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાથે સારા સંબંધોની આશા : અમેરિકા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 20 મે : ભારતને મહત્વના કૂટનૈતિક સહયોગી માનનારા અમેરિકાને આશા છે કે નરેન્દ્ર મોદીના વિઝા વિવાદ છતાં પણ તેમના નેતૃત્વમાં બનનારી સરકારને સંબંધો અમેરિકા સાથે સારા રહેશે.

આ અંગે અમેરિકાના વિદેશ વિભાગના નેતા જેન સાકીએ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી ભારતના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા આમંત્રણના સંદર્ભમાં સોમવારે સંવાદદાતાઓને કહ્યું કે સ્પષ્ટ છે કે ભારત સાથે અમારા લાંબા અને સ્થાયી સંબંધો છે. આ સંબંધો આવનારા વર્ષોમાં પણ યથાવત રહેશે. ભવિષ્યમાં તેના મજબૂત બનવાની શક્યતા છે.

modi-barack

જો કે ઓબામા તરફથી મોદીને મળેલા આમંત્રણ છતાં અમેરિકા તેમના વિઝા મુદ્દે ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે. વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકા અંગે અમેરિકાએ વર્ષ 2005માં નરેન્દ્ર મોદીના વિઝાને નકારી કાઢ્યા હતા.

સાકીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ નરેન્દ્ર મોદી પર લાગેલો વિઝા પ્રતિબંધ હટાવી દીધો છે? ત્યારે તેમણે જણાવ્યું કે આ વિષય અંગે હું કશું જ કહી શકું એમ નથી. પરંતુ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રના પ્રમુખો એ વન વિઝાને યોગ્ય હોય છે. તેઓ એવન વિઝા પર અમેરિકાની યાત્રા કરી શકે છે.

જ્યારે સાકીને પૂછવામાં આવ્યું કે શું આપની પાસે બરાક ઓબામા દ્વારા ટ્વીટર પર નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓનો જવાબ નહીં આપવા અંગે તેમણે જણાવ્યુ કે તેમની પાસે આ અંગેની માહિતી નથી. તેમની અમેરિકા આવવાની તારીખ નક્કી થયા પછી એમે તેમના સ્વાગતની તૈયારી કરીશું.

English summary
Spokeperson of US forign department said; US expected good relations with India in Narendra Modi leadership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X