For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં જઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝાટકો, VISA પાછા લઇ લેવાની તૈયારી

અમેરિકામાં જઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઝાટકો, VISA પાછા લઇ લેવાની તૈયારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે અમેરિકાએ એવા વિદેશી વિદ્યાર્થીઓને ફટકો માર્યો છે, જેઓ અમેરિકામાં જઇ અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકામાંનલાઇન ક્લાસવાળા વિદેશી વિદ્યાર્થીઓના વીજા પાછા લેવાની ઘોષણા કરવામા આવી છે. એક રિપોર્ટ મુજબ અમેરિકાએ એવા વિદ્યાર્થીઓના સ્ટૂડેન્ટ વીજા પાછા લેવાની ઘોષણા કરી છે જેઓ માત્ર ઓનલાઇન ક્લાસિસ કરી રહ્યા હોય અથવા તેમની માત્ર ઓનલાઇન ક્લાસિસ થઇ રહી છે. લાખો ભારતીય વિદ્યાર્થીઓ પર તેની અસર પણ પડશે.

વિદેશી વિદ્યાર્થીઓને ઝાટકો

વિદેશી વિદ્યાર્થીઓને ઝાટકો

ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટે કહ્યું કે વિદેશી વિદ્યાર્થી સ્ટૂડેન્ટ વીજા લઇ અમેરિકા જઇ અભ્યાસ કરે છે, પરંતુ હવે એવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ મળે, જેમની સ્ટડી ઓનલાઇન મૉડલ પર આધારિત છે અથવા તો જેઓ ઓનલાઇન સ્ટડી કરે છે. અમેરિકી સરકારે કહ્યું કે અમેરિકામાં સ્ટૂડન્ટ વીજા પર આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહિ આવે.

વીજા કેન્સલ કરશે અમેરિકા

વીજા કેન્સલ કરશે અમેરિકા

આઇસીઆઇએ સ્ટૂડેન્ટ વીજા મામલે જાણકારી આપતા કહ્યું કે અમેરિકા આવી અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ કે જેમના સ્કૂલ માત્ર ઓનલાઇન ક્લાસિસમાં થઇ રહ્યા છે તેમના વીજા રદ્દ કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું પડશે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ મુજબ વર્તમાનમાં અમેરિકામાં 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થી છે જેઓ સ્ટૂડેન્ટ વીજા પર આવ્યા છે. જણાવી દઇએ કે આ ફેસલો માત્ર ઓનલાઇન ક્લાસિસ કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે.

ટ્રમ્પ પ્રશાસને યૂનિવર્સિટીઓને આદેશ આપ્યો

ટ્રમ્પ પ્રશાસને યૂનિવર્સિટીઓને આદેશ આપ્યો

અમેરિકાનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓના ઑનલાઇન ક્લાસિસ ચાલી રહ્યા છે તેમની પાસે અમેરિકામાં રોકાવવાનું એકેય કરણ નથી. સાથે જ અમેરિકી પ્રશાસને તમામ યૂનિવર્સિટી અને કોલેજની જલદી જ તમામ કોર્સના ઓનાઇન ક્લાસિસ શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. અમેરિકાએ એક રિસ્ક ઓફરેશન અંતર્ગત તમામ વિદ્યરા્થીઓને તેમના દેશ પરત મોકલવાની તૈયારી કરી છે. આ ફેસલાની અસર લાખો ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. કોરોના સક્રમણને ધ્યાનમાં રાખી અમેરિકાની કેટલીય મોટી યૂનિવર્સિટીઓએ પહેલેથી જ ઓનલાઇન સ્ટડી શરૂ કરી દીધી છે.

2 મહિનામાં સાઇબર ક્રાઇમ 200 ટકા વધ્યો, ચીનને જવાબદાર ઠેરવવાના સબૂત નથીઃ PMO અધિકારી2 મહિનામાં સાઇબર ક્રાઇમ 200 ટકા વધ્યો, ચીનને જવાબદાર ઠેરવવાના સબૂત નથીઃ PMO અધિકારી

English summary
USA preparing to withdraw VISA for students those studying in online classes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X