For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, તમારા મૃત્યું બાદ શું થશે તમારા GMAILનું?

By Super
|
Google Oneindia Gujarati News

google
હ્યુસ્ટન, 12 એપ્રિલઃ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો જરૂરથી તમારી પાસે ઇમેઇલ એકાઉન્ટ પણ હશે, પરંતુ શું ક્યારેય તમે વિચાર્યું છે કે તમે જ્યારે આ વિશ્વમાં નહીં હોવ ત્યારે તમારા ઇમેઇલ એકાઉન્ટનું શું થશે? જો તમે એ વાતને લઇને ચિંતિત છો કે, આ વિશ્વમાંથી રુખસત થયા બાદ તમારા અત્યંત ખાનગી અને સંભાળીને રાખવામાં આવેલા ઇમેઇલ અથવા તો વાતચીત કોણ વાંચી શકશે, તો હવે એ ટેન્શન છોડી દો, કારણ કે ગુગલે તેનો ઉપાય શોધી નાંખ્યો છે.

આખરે ગુગલે એક એકાઉન્ટ મેનેજર પેજ રજૂ કરીને તેનો ઉપાય શોધી કાઢ્યો છે, જેનો ઉપયોગ ડિઝીટલ સંપત્તિના રૂપમાં કરી શકાય છે. ગુગલ લોકોને એમ પૂછશે કે તમારા મૃત્યું પછી અથવા તો અક્ષમ થયા બાદ તેઓ તેમની ડીઝીટલ તસવીરો, દસ્તાવેજો અને અન્ય આભાસી સામગ્રીઓનું શું કરવા માંગે છે? એક ઇનેક્ટિવ એકાઉન્ટ મેનેજરનો ઉપયોગકરી ગુગલને એ નિર્દેશ આપી શકાય છે કે તે ગુગલ ડ્રાઇવ, જીમેઇલ, યુટ્યુબ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ગુગલ પ્લસના ડેટા કઇ ખાસ વ્યક્તિને મોકલે અથવા લાંબા સમય બાદ તેને ખત્મ કરી દે.

એકાઉન્ટ સેટિંગ પેજ પર એક સંદેશમાં ગુગલ લોકોને પોતાના ડેટાને વિશ્વસ્ત મિત્ર અથવા પરિવારના સભ્યને આપવા અથવા તો એકાઉન્ટ સાફ કરવાનો વિકલ્પ આપશે. ગુગલ લોકોને એ જણાવવાની પરવાનગી આપશે કે કાર્યવાહી કરતા પહેલા કેટલાં સમય સુધી રાહ જોવાની છે. કેલિફોર્નિયા આધારિત આ કંપની એકાઉન્ટ ધારકને સમય સમાપ્ત થતા પહેલા આ અંગે સંદેશ મોકલશે. તમે એકાઉન્ટ નિષ્ક્રિય કરવાના સમયની પસંદગી કરવા માટે પણ સક્ષમ હશો, ત્યાર બાદ 10 વિશ્વસ્ત લોકોને આ અંગે વિશેષ સુચના મળશે કે આ એકાઉન્ટ સાથે શું કરવાનું છે.

અંતમાં ગુગલ પોતાના ઉપયોગકર્તાને યુટ્યુબ વીડિયો, ગુગલ પ્લસ પ્રોફાઇલ્સ સહિત ગુગલની તમામ સેવાઓમાંથી પોતાનું એકાઉન્ટ પ્રભાવી રીતે સાફ કરવાનો વિકલ્પ આપશે. ઉપયોગ કરતા 3,6,9,12 મહિનાનો સમય પસંદ કરી શકે છે અને આ સમય સીમ ખત્મ થશે તેના એક મહિના પહેલા ગુગલ બીજા ઇમેઇલ એડ્રેસ પર એક અધિસૂચના મોકલશે. ગુગલ તમને વિકલ્પ આપશે કે તમે તમારા ડેટા સાથે શુ કરવા ઇચ્છો છો. તમે તેને તમારા કોઇ વિશ્વસ્ત મિત્ર કે પરિવાર સાથે વેંચવા માંગો છો, કે પછી તેને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો વિકલ્પ પંસદ કરી શકો છો. કારણ ગમે તો હોય, ગુગલ તમને તમારા ડેટા અંગે નિર્ણય કરવાનો વિકલ્પ આપશે. ઇનેક્ટિવ એકાઉન્ટ મેનેજરના ઉપયોગથી તમે એ નિર્ણય કરી શકો છો કે તમારા ડેટા સાથે શુ કરવામાં આવે અને તે અંગેનો સંદેશ કોને મોકલવામાં આવે.

English summary
Google has launched a new feature that makes it easy for people to tell the firm what we want to do with our digital assets on Google when we die
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X