For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ધરતીને ખાઈ જશે સૂર્ય? વૈજ્ઞાનિકો પણ ભયભીત

વૈજ્ઞાનિકોને ડર છે કે આજથી અબજો વર્ષ બાદ સૂર્યનો અંત આપણી પૃથ્વીને સંપૂર્ણપણે ખતમ કરી દેશે અને સૌરમંડળમાં સૌથી ખરાબ જગ્યામાં બદલી નાખશે. આ દરમિયાન સૂર્યનો આકાર એટલો વધી જશે કે તે બુધ, શુક્ર અને આપણી પૃથ્વીને પણ ખાઈ જશે.

|
Google Oneindia Gujarati News

આપણા સૌરમંડળને સૂર્યથી પ્રકાશ અને ઉષ્મા પ્રાપ્ત થાય છે અને આ કારણે જ પૃથ્વી પર જીવનનો ઉદય શક્ય થયો છે. પ્રાચીન કાળથી જ પૃથ્વીના અલગ અલગ ભાગમાં લોકો સૂર્યને દેવતાના રૂપમાં પૂજી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોને ડર છે કે આજથી અબજો વર્ષ બાદ સૂર્યનો અંત આપણી પૃથ્વીને સંપૂર્ણપણે ખતમ કરી દેશે અને સૌરમંડળમાં સૌથી ખરાબ જગ્યામાં બદલી નાખશે. આ દરમિયાન સૂર્યનો આકાર એટલો વધી જશે કે તે બુધ, શુક્ર અને આપણી પૃથ્વીને પણ ખાઈ જશે.

સૂર્યની અડધી ઉંમર પૂરી થઈ ગઈ

સૂર્યની અડધી ઉંમર પૂરી થઈ ગઈ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યનું વર્તમાન આયુષ્ય 4.6 અબજ વર્ષનું થઈ ગયું છે. જે તેના અનુમાનિત 10 અબજ વર્ષના જીવનકાળથી લગભગ અડધું છે. આજથી આટલા વર્ષો બાદ સૂર્યનું હાઈડ્રોજન ઈંધણ ખતમ થઈ જશે તો તે ઉર્જા પેદા કરવા માટે "ભારે તત્વો"નો ટેકો લેશે. તે સમયે સૂર્યની સીક્વેંસ ફેઝ ખતમ થઈ જશે અને પછી તે સમયે સૂર્યના આકારમાં પણ અજીબ બદલાવ જોવા મળશે.

JOIN TELEGRAM CHANNEL

હિલીયમ કોરના સંકોચનને કારણે કદમાં વધારો

હિલીયમ કોરના સંકોચનને કારણે કદમાં વધારો

વૈજ્ઞાનિકો મુજબ સૂર્યના કોરમાં હાજર હીલિયમ તત્વ સંકોચાઈ જશે, જેનાથી સૂર્ય વધુ ગરમ થવો શરૂ થઈ જશે. આનાથી સૂર્યનો આકાર 100 ગણો વધુ વધવાની ઉમ્મીદ છે. એવામાં પોતાના આકારથી 100 ગણા વડો થઈ ચૂકેલ સૂર્ય આપણા સૌરમંડળના બુધ, શુક્રઅને પૃથ્વીને ખમત કરી નાખશે.

સૂર્યમાં મોટા બદલાવ થશે

સૂર્યમાં મોટા બદલાવ થશે

આકારમાં આટલા મોટા પરિવર્તન સાથે જ સૂર્યની અંદર વિવિધ પ્રકારની સંલયન અભિક્રિયાઓ શરૂ થઈ જશે. જેના બાહરી આવરણ હાઈડ્રોજનના ઈંધણના રૂપમાં સળગશે અને તેનાથી બનતા બીજા ઉત્પાદ સૂર્યની અંદરની કોરને ઉર્જા પ્રદાન કરશે. આનાથી સૂર્યનો કોર વધુ સંકુચિત અને ગરમ થઈ જશે. કોર જ્યારે 180 મિલિયન ડિગ્રી ફેરનહિટ એટલે કે 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તો તેના પરિણામસ્વરૂપ હીલિયમ સળગવા લાગે છે, જેના કારણે કાર્બન અને ઑક્સીજનમાં ફ્યૂઝ થવું શરૂ થઈ જશે.

જીવનના અંતિમ તબક્કામાં સૂર્ય

જીવનના અંતિમ તબક્કામાં સૂર્ય

સૂર્યની અંદર આવતા તમામ પરિવર્તનના કારણે આપણો સૂર્ય અમુક મિલિયન વર્ષો સુધી સતત સંકોચાતો રહેશે, પરંતુ બાદમાં તે ફરીથી 10 કરોડ વર્ષ સુધી ફેલાઈ જશે. જ્યારે તેના મૂળનું હીલિયમ વિલુપ્ત થવાની કગાર પર પહોંચી જશે, ત્યારે સૂર્યની ચમક વધી જશે. તે દરમિયાન બહાર તરફ વહેતી તારકીય હવા સૂર્યના બાહરી આવરણને હટાવી દેશે, જેના કારણે સૂર્ય પોતાની જિંદગીના અંતિમ તબક્કામાં પહોંચી જશે. તે દરમિયાન બહારની તરફ વહેતી તારકીય હવા સૂર્યના બાહરી આવરણને હટાવી દેશે, જેના કારણે સૂર્ય પોતાની જિંદગીના અંતિમ તબક્કામાં પહોંચી જશે.

કેટલાય ગ્રહ સળગીને ખાખ થઈ જશે

કેટલાય ગ્રહ સળગીને ખાખ થઈ જશે

નાસાના વિજ્ઞાન મિશન નિદેશાલયના ખગોળવિદ એસ. એલન સ્ટર્નનું કહેવું છે કે પોતાના આકારથી ઘણો મોટો થઈ ચૂકેલો સૂર્ય આપણા સૌરમંડળના કેટલાય ગ્રહોને સળગાવીને ખાખ કરી દેશે. આખા સૌરમંડળમાં જ્યાં પણ પાણી કે બરફ હાજર છે તે બધું જ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ પ્લૂટો કે જ્યાં તાપમાન હંમેશા માઈનસમાં રહે છે, તે પણ ઉષ્મકટિબંધીય સમુદ્ર તટના તાપમાન જેટલો જ ગરમ થઈ જશે.

English summary
What happens when helium is extinct from the Sun's core?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X