For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજી મુરલી બન્યા અમેરિકન વિશ્વવિદ્યાલયના સીઆઇઓ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 14 જુલાઇઃ હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારા વિજી મુરલીને કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના મુખ્ય સૂચના અધિકારી(સીઆઇઓ) તથા સૂચના અને શૈક્ષણિક પ્રાદ્યોગિકીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂચના પ્રાદ્યોગિકીમાં ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરી ચૂકેલા વજી ડેવિસ સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં નિયુક્ત થયા તે પૂર્વે વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં કાર્યરત હતા. વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં વિજી સૂચના સેવાઓના ઉપાધ્યક્ષ રહ્યાં તથા 2007 સુધી વિશ્વવિદ્યાલયના સીઆઇઓ રહ્યાં.

usa-flag
વિજીની નિયુક્તિની ઘોષણા કરતા કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયા કુલપતિ લિંડા પી.બી. કાતેહીએ કહ્યું કે, વિજી જેટલા અનુભવી અને પોતાના ક્ષેત્રના વિશેષજ્ઞની નિયુક્તિ કરી વિશ્વવિદ્યાલય ભાગ્યશાળી હોવાનું અનુભવી રહ્યું છે. તેઓ પોતાના ક્ષેત્રના આગેવાન છે, તથા અમારા ઉચ્ચ ગુણવત્તાના લક્ષ્યને હાંસલ કરવાનો તેમનો પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે. વિજીને પીટ સિગેલના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. સીગેલે વિશ્વવિદ્યાલયમાંથી એક વર્ષ પહેલા રાજીનામું આપ્યું હતું. આ વચ્ચે પ્રશાંત મોહાપાત્ર વચગાળાના ઉપાધ્યક્ષ અને સીઆઇઓના રૂપમાં પોતાની સેવા આપી રહ્યાં હતા.

વિજી 18 ઑગસ્ટથી વિશ્વવિદ્યાલયમાં પોતાની સેવાઓ આપવાની શરૂઆત કરશે. વિજીએ કહ્યું કે, આટલા પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય સાતે જોડાવાથી હું ઘણી જ ઉત્સાહિત છું. તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સાથે પોતાના ઉદ્દેશ્યોના વિકાસ પર કામ કરવા માગું છું તથા અમે આ સંસ્થાને નવી ઉંચાઇઓ પર લઇ જશું.

વિજીએ ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયના મહિલા મહાવિદ્યાલયથી 1975માં જીવન વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં સ્નાતકની શિક્ષા પ્રાપ્ત કરી અને વિશ્વવિદ્યાલયના જ વિજ્ઞાન મહાવિદ્યાલયમાંથી 1977માં જૈવ રસાણમાં પરાસ્નાતકની ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયથી જ સંબંધ સ્થાનીય અનુસંધાન પ્રયોગશાળા સાથે જોડાયા, 1981માં તેમણે ત્યાંથી જૈવ રસાયણમાં ડોક્ટરેટની ડિગ્રી પૂર્ણ કરી. સુબ્રા મુરલીધરન સાથે લગ્ન કર્યા બાદ વિજી પોતાના પતિ સાથે અમેરિકા જતા રહ્યાં. મુરલીધરન નોત્રે દેમ વિશ્વવિદ્યાલયમાં અનુસંઘાનકર્તા હતા.

આ ઉપરાંત તે આયોવા વિશ્વવિદ્યાલયમાં પણ અનુસંઘાનકર્તાના રૂપમાં કાર્યરત હતા. વિજીને આગળ પીએચડી કરવા માટે તેમના રોકેટ વૈજ્ઞાનિક પિતાએ પ્રેરિત કર્યા. વિજીએ જણાવ્યું કે, ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે, તુ તકોથી ભરેલા વિશ્વમાં છો. આજથી 20 વર્ષ બાદ પ્રાદ્યોગિકી મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરી લેશે.

English summary
An Osmania University, Hyderabad, graduate Viji Murali, has been named chief information officer and vice provost of Information and Educational Technology at the University of California, Davis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X