For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસિડિટીથી પરેશાન હોવ તો બનાવો લીલા વટાણા અને મેથીનો પુલાવ

|
Google Oneindia Gujarati News

[રેસિપી] એસિડિટીની સમસ્યા આડુ-અવળું ગમે તે ખાવાની આદતથી થાય છે. ક્યારેક સાદા ભાત પણ ખાવાથી પણ આપને એસિડિટી થઇ શકે છે. પરંતુ તેનો એ અર્થ નથી કે આપ ભાત જ ખાવાનું બંધ કરી દો.

અમે આપના માટે લઇને આવ્યા છીએ અવનવી વાનગીઓની રેસિપી જેને ફોલો કરીને આપ આપના પરિવારને આ વાનગીઓ ટેસ્ટ કરાવી શકો છો. આજના લેખમાં આપને ફાઇબરથી ભરેલ બ્રાઉન રાઇસના ટેસ્ટી પુલાવ રેસિપી બનાવવાનું શીખવીશું, જે આપને એસિડીટી કરશે નહીં.

આ મટર અને મેથીનો પુલાવ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તેને બનાવવામાં ખૂબ જ સમય નથી લાગતો. અમે તેમાં મેથીના સાગનો પણ પ્રયોગ કરીશું. જેના દ્વારા તે વધારે પૌષ્ટિક બની જશે.

આવો જાણીએ કે મટર એટલે કે લીલા વટાણા અને મેથીનો પુલાવ કેવી રીતે બનાવવામાં આવે છે.

pulav

કેટલા- 2 લોકો માટે
તૈયારીમાં સમય- 10 મિનિટ
પકવવામાં સમય- 15 મિનિટ

  • સામગ્રી- 1/2 કપ લીલા વટાણા(બાફેલા)
  • 2 કપ મેથીના પાંદડા (કાપેલી)
  • 2 ચમચી તેલ
  • 2 કપ બ્રાઉન રાઇસ (પલાડીને પકવેલ)
  • 1 અને 1/2 ચમચી આદુ, લસણ અને મરચાની પેસ્ટ
  • મીઠુ- સ્વાદ અનુસાર

બનાવવાની રીત:

  1. એક પહોળા મો વાળા નોન સ્ટિક પેનમાં થોડુ તેલ નાખો અને તેમાં કપાયેલ ડુંગળીને ધીમી આંચ પર 2 મિનિટ સુધી વઘારો.
  2. ત્યારબાદ તેમાં આદુ-લસણ-મર્ચાની પેસ્ટ નાખીને ચલાવો.
  3. પછી બાફેલા લીલા વટાણાના દાણા નાખીને મધ્યમ આંચ પર 1 મિનિટ સુધી પકવો.
  4. ત્યારબાદ તેમાં મેથીની ઝીણી કપાયેલ પત્તીઓ અને 2 ચમચી પાણી નાખીને મધ્યમ આંચ પર 2 મિનિટ સુધી પકવો.
  5. આખરે બ્રાઉન રાઇસ અને મીઠાને મિક્સ કરો અને 1 અથવા 2 મિનિટ સુધી તેને પકવો.
  6. આની સાથે આપનો પુલાવ તૈયાર થઇ ગયો છે, અને તેને ગરમ-ગરમ આપના પરિવારને સર્વ કરો અને આનંદ માણો...
English summary
In this recipe, plain rice is replaced with fibre rich brown rice so that it will not cause acidity. In addition, the green peas and fenugreek(methi) leaves are alkaline in nature and help relieve acidity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X