વર્ષ 2007નો વિશ્વકપ મારી કારકિર્દીમાં દાગ: સચિન તેંડુલકર
દુબઇ, 1 જાન્યુઆરી: કહેવાય છે કે ટિકા ક્યારેક ક્યારે કોઇના માટે સફળતાની ચાવી બની જાય છે અને એવું જ બન્યું છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સાથે, જેમણે પોતાના એક આર્ટિકલમાં ખુલાસો કર્યો છે કે આઇસીસી વિશ્વ કપ 2007ની નિષ્ફળતાએ જ તેમને આઇસીસી વિશ્વ કપ 2011 જીતવામાં મદદ કરી હતી.
આપને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં 14 ફેબ્રુઆરી, 2015થી શરૂ થઇ રહેલા વિશ્વ કપના બ્રાંડ એંબેસડર તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ માટે પોતાના એખ લેખમાં આ ખુલાસો કર્યો.
વર્ષ 2007ની નિષ્ફળતાએ અમે 2011નો વિશ્વકપ જીતાવ્યોપોતાના આર્ટિકલમાં સચિને લખ્યું છે કે વર્ષ 2007 વિશ્વકપના પહેલા દૌરમાં ઇન્ડિયાના બહાર થઇ જવાની ઘટના તેમના કરિયરનો સૌથી મોટો દાગ છે. પરંતુ 2007ના ટૂર્નામેન્ટની નિષ્ફળતાએ મને નવી શક્તિ પ્રદાન કરી. તે મારો સૌથી ખરાબ વિશ્વકપ રહ્યો. તે મારા ક્રિકેટ કરિયરનો પણ સૌથી ખરાબ સમય રહ્યો. અમારી ટીમ સારી હતી. પરંતુ અમે અપેક્ષિત પ્રદર્શન કરી શક્યા નહીં. આ પ્રકારે વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય બનવાની મારી ભૂખ પણ જારી રહી જેણે મને દરેક પળ એ કહ્યું કે અમે અમેનત કરી શકીએ છીએ અને વર્ષ 2011નો વિશ્વકપ જીતી શકીએ છીએ અને તે થઇ ગયું.
તેંડુલકરે લખ્યું છે કે 'મને 2009ની તે વાત યાદ છે જ્યારે મેં મીડિયાને જણાવ્યું હતું કે અમે વિશ્વ કપ -2011 જીતવા અંગે વિચારી રહ્યા છીએ. વિશ્વકપ ટૂર્નામેંટની શરૂઆતમાં અમે પોતાના પ્રદર્શનથી પ્રશંસકોને થોડા ચિંતિત કર્યા પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યા.'
તેંડુલકર અનુસાર પોતાની ધરતી પર વિશ્વવિજેતા બનવું એક ખુબ જ ખાસ વાત હતી અને તેના માટે મારા કરિયરની સૌથી સુવર્ણ પળ છે, તેંડુલકર અનુસાર આ ખાસ એટલા માટે પણ રહ્યું કારણ કે 22 વર્ષના સફર બાદ તેઓ વિશ્વકપ વિજેતા ટીમનો ભાગ બન્યા હતા.
સચિને પોતાના લેખમાં 1987ના વિશ્વ કપને પણ યાદ કર્યો જેમાં તેમણે એક બોલ બોયની ભૂમિકા નિભાવી હતી, જ્યારે તેમણે પોતાના લેખમાં વર્ષ 1999ના વિશ્વ કપનો પણ ઉલ્લેખ કર્યો છે જે દરમિયાન તેમના પિતા નિધન થઇ ગયું હતું અને વિશ્વકપની વચ્ચે ઘર આવ્યા હતા. એ પળ પણ સચિનના સૌથી મુશ્કેલ સમયમાંથી એક હતો.