For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકતા ટેસ્ટઃ બેટ્સમેનો ફરી નિષ્ફળ, ભારત પરાજયની નજીક

|
Google Oneindia Gujarati News

કોલકતા, 8 ડિસેમ્બરકોલકતા ખાતે ઇડન ગાર્ડનની જે પીચ પર ઇંગ્લેન્ડના ખેલાડીઓ રન બનાવી રહ્યાં છે ત્યાં બીજી તરફ ભારતના બેટ્સમેનો ઇંગ્લેન્ડના બોલર્સની સામે ભારતના ધૂરંધરો જાણે કે નતમસ્તક થઇ ગયા હોય તેમ એક પછી એક પેવેલિયન ભેગા થઇ ગયા છે. ભારત પર પરાજયનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલી 207 રનની લીડનો પીછો કરતા ભારતે નવ વિકેટ ગુમાવીને 239 રન બનાવી લીધા છે, આમ ચોથા દિવસના અંતે ભારતે ઇંગ્લેન્ડ પર 32 રનની લીડ મેળવી લીધી છે, પરંતુ ભારત પાસે માત્ર એક જ વિકેટ હાથમાં હોય ભારત પર હારનું સંકટ છે. ભારત તરફથી બીજી ઇનિંગમાં અશ્વિને શાનદાર ઇનિંગ રમતા અણનમ 83 રન બનાવ્યા છે, તેનો સાથ પ્રજ્ઞાન ઓઝા આપી રહ્યો છે.

sachin
ભારતની ચોથા દિવસની રમતની વાત કરીએ તો, ઇંગ્લેન્ડ તરફથી મળેલી 207 રનની લીડનો પીછો કરતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી ગંભીર અને સેહવાગે આક્રમક બેટિંગ કર્યું હતું પરંતુ એકવાર આ બન્ને ખેલાડીઓ આઉટ થઇ જતાં ટીમની બાજી લથડી પડી હતી અને એક પછી એક બેટ્સમેનો આઉટ થઇ ગયા હતા. વિરેન્દ્ર સેહવાગ 49 રનના વ્યક્તિગત સ્કોર પર સ્વાનનો શિકાર બન્યો હતો. જ્યારે પૂજારા 8 રનના વ્યક્તિગત સ્કોરમાં રન આઉટ થયો હતો. ગંભીર પોતાની ઇનિંગની શાનદાર રીતે આગળ વધારી જ રહ્યો હતો ત્યાં ફિન્નની આવરમાં તે પ્રાયરના હાથે ઝલાઇ ગયો છે. જ્યારે સચિન ફરી નિષ્ફળ ગયો હતો તે માત્ર પાંચ રનના વ્યક્તિગત સ્કોર પર સ્વાનનો શિકાર થયો હતો. યુવરાજ સિંહ 11 રન, કોહલી 20 રન, ધોની શુન્ય, ઝહીર ખાન શુન્ય અને ઇશાંત શર્મા 10 રન પર પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

ઇંગેલન્ડની પ્રથમ ઇનિંગ

ભારતે પ્રથમ ઇનિંગમાં કરેલા 316 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે શાનદાર બેટિંગ કરી હતી અને પ્રથમ ઇનિંગમાં 509 રન બનાવી ભારત પરપ 207 રનની લીડ મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી કૂકે 190, ટ્રોટ 87, કોમ્પટોન 57, પીટરસન 54 રન, બેલ 5 રન, પટેલ 33, પ્રાયર 41, સ્વાન 21, ફિન 4 અને એન્ડરસન 9 રન પર આઉટ થયો હતો. ભારત તરફથી ઓઝાએ ચાર, અશ્વિને ત્રણ અને શર્મા-ઝહીરે એક-એક વિકેટ મેળવી છે.

ભારતની પ્રથમ ઇનિંગ

કોલકતાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 316 રન બનાવ્યા છે. જેમાં સચિને 76, ગંભીર 60 અને ધોનીએ 52 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી પાનેસર ચાર અને એન્ડરસને ત્રણ વિકેટ મેળવી છે જ્યારે ફિન અને સ્વાનના ફાળે એક-એક વિકેટ આવી છે.

ભારતની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની પ્રથમ વિકેટ સેહવાગના રૂપમાં અને બીજી વિકેટ પૂજારાના રૂપમાં પડી હતી. સેહવાગ 23 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થયો હતો. જ્યારે પૂજારા 16 રનના વ્યક્તિગત સ્કોર પર પાનેસરની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ ગંભીર 60 રન, કોહલી છ રન, યુવરાજ સિંહ 32 રન, સચિન 76 રન, અશ્વિન 21 રન, ઝહીર ખાન 6 રન, ઇશાંત શર્મા 0 રન અને ધોની 52 રન પર આઉટ થયો હતો.

English summary
India bowled out England for 523 runs to restrict their first innings lead to 207 runs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X