For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોર્ડ્સમાં ભારતનો વિજય પાછળ આ રહ્યા સાત કારણો

|
Google Oneindia Gujarati News

લોર્ડ્સ, 22 જુલાઇઃ લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 95 રનથી વિજય નોંધાવ્યો છે. લોર્ડ્સના મેદાનમાં ભારતનો 28 વર્ષ બાદ અને વિદેશી ધરતી પર ભારતનો 3 વર્ષ બાદ વિજય થયો છો. આ મેચમાં ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડીએ પોતાની પ્રતિભા અનુસાર દેખાવ કર્યો હતો. જેના કારણે ભારત લોર્ડ્સમાં વિજય મેળવી શક્યું છે અને ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.

આ પણ વાંચોઃ- લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ
આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં બચી લાજઃ 28 વર્ષ બાદ ભારતનો વિજય
આ પણ વાંચોઃ- નંબર 9 પર ચમકી રહ્યું છે ભારતનું ભાવી ક્રિકેટ
આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં ‘તલવાર બાજી'
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ મેચમાં ભુવી અને હોટલમાં ભૂતોથી પરેશાન અંગ્રેજ

લોર્ડ્સમાં 28 વર્ષ બાદ ભારતનો વિજય કેવી રીતે થયો તેની પાછળના સાત જવાબદાર કારણે અહીં દર્શાવવામા આવ્યા છે, તેમજ નીચે સ્લાઇડરમાં તસવીરો થકી ભારતના વિજયની યાદો તાજી કરવામાં આવી છે.

1. એલિસ્ટર કૂક દ્વારા ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ કર્યા બાદ લોર્ડ્સની લીલી પીચમાં અજિંક્ય રહાણેએ 103 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ભારત 145/7થી 295 સુધી પહોંચી શક્યું હતું. રહાણે બાદ ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં 36 રનનું યોગદાન આપ્યું હતું.

2. પહેલી ઇનિંગમાં ભુવનેશ્વર કુમારે ઇંગ્લેન્ડના છ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. ભુવનેશ્વર કુમારના 6/82 પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 319 રન બનાવી શક્યું હતું અને ભારત સામે 24 રનની જ પાતળી સરસાઇ મેળવી શક્યું હતું.

3. બીજી ઇનિંગમાં મુરલી વિજયે શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. એક તરફ ભારતની બેટિંગ લાઇન લથડી પડતાં તેણે ધેર્યપૂર્ણ ઇનિંગ રમી અને ભારતના મજબૂત સ્કોરનો પાયો નાંખ્યો હતો. તેણે 247 બોલમાં 95 રન ફટકાર્યા હતા.

4. બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ નબંર આઠ પર બેટિંગ કરતા 57 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. અડધી સદી ફટકાર્યા બાદ તેની ઉજવણી કરતા રવિન્દ્ર જાડેજાએ મેદાનમાં બેટ વડે તલવારબાજી કરી હતી.

5. ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે જાડેજાને સારો એવો સાથ આપ્યો હતો અને તેણે બીજી ઇનિંગમાં 52 રન ફટકાર્યા હતા. જેના કારણે ભારત 342 રન બનાવી શક્યું હતું અને ઇંગ્લેન્ડ સામે 319 રનનો લક્ષ્યાંક મુકી શક્યું હતું.

6. છેલ્લા દિવસે ઇશાંત શર્મા હીરો રહ્યો. મોર્નિંગ સેશને નિરાશ કર્યા બાદ લંચ પહેલા ભારતીય બોલર્સ ફરી ફોર્મમાં આવી ગયા હતા અને ઇશાંત શર્માંએ અંતિમ દિવસે આઠ ઓવરમાં 41 રન આપી પાંચ વિકેટ મેળવી હતી. જેમાં તેણે શોર્ટપીચ ડિલિવરી કરી હતી.

7. ધોનીએ લંચ બાદ માસ્ટરસ્ટ્રોક રમ્યો અને નવો બોલ લીધો જ નહીં. તેમજ ઇશાંત શર્માને શોર્ટ પીચ બોલ નાંખવા કહ્યું. ઇશાંતે તમામ વિકેટ માટે ઘોનીને ક્રેડિટ આપી છે. ભારતના વિજયની તસવીરો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

વિજયની પળો

વિજયની પળો

રવિન્દ્ર જાડેજાએ જેમ્સ એન્ડરસનને રન આઉટ કરીને ભારતને વિજયી બનાવ્યું હતું. લોર્ડ્સ ટેસ્ટના અંતિમ દિવસે એન્ડરસનની છેલ્લી વિકેટ પડી હતી.

ઓલ ઇઝ વેલ

ઓલ ઇઝ વેલ

લોર્ડ્સ ખાતેની મેચ પૂર્ણ થયા બાદ જાડેજા અને એન્ડરસને એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. નોંધનીય છેકે ટ્રેન્ટ બ્રીજ વચ્ચે આ બન્ને ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો.

બોલિંગ હીરો ઇશાંત

બોલિંગ હીરો ઇશાંત

બીજી ઇનિંગમાં સાત વિકેટ લીધા બાદ સાથી ખેલાડીઓ સાથે તેની ઉજવણી કરી રહેલો ઇશાંત શર્મા.

ધોનીનો આભાર

ધોનીનો આભાર

મેચ પૂર્ણ થયા બાદ ઇશાંત શર્માએ જણાવ્યું હતું કે ધોનીએ તેને શોર્ટપીચ બોલ નાંખવા કહ્યું હતું અને તે કામ કરી ગયું હતું.

બીજી ઇનિંગમાં જાડેજા ચમક્યો

બીજી ઇનિંગમાં જાડેજા ચમક્યો

લોર્ડ્સમા બીજી ઇનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ સેલિબ્રેશનની નવી પ્રણાલી અપનાવી હતી.

વિજયના મહત્વપૂર્ણ 95 રન

વિજયના મહત્વપૂર્ણ 95 રન

મુરલી વિજયના મહત્વપૂર્ણ 95 રનની મદદથી ભારત ઇંગ્લેન્ડ સામે 319 રનનો લક્ષ્યાંક મુકી શક્યું હતું.

જાડેજા છૂપાવી ન શક્યો પોતાની ખુશી

જાડેજા છૂપાવી ન શક્યો પોતાની ખુશી

એન્ડરસનને રન આઉટ કર્યા બાદ જાડેજા પોતાની ખુશીને છૂપાવી શક્યો નહોતો.

સમીએ પોતાની ભૂમિકા ભજવી

સમીએ પોતાની ભૂમિકા ભજવી

મોહમ્મદ સમીનું પ્રદર્શન સારું નહોતું પરંતુ તેણે બન્ને ઇનિંગમાં વિકેટ મેળવીને પોતાની ભૂમિકા ભજવી હતી.

બીજી ઇનિંગમાં છવાયો ઇશાંત

બીજી ઇનિંગમાં છવાયો ઇશાંત

પહેલી ઇનિંગમાં ઇશાંત વિકેટ મેળવી શક્યો નહોતો, પરંતુ બીજી ઇનિંગમાં ઇશાંતે સાત વિકેટો મેળવી હતી.

ઓલરાઉન્ડર ભુવનેશ્વર કુમાર

ઓલરાઉન્ડર ભુવનેશ્વર કુમાર

આ શ્રેણી દરમિયાન ભુવનેશ્વર કુમાર ઓલ રાઉન્ડરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેણે પહેલી ઇનિંગમાં 36 અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.

રહાણેની સદી

રહાણેની સદી

અજિંક્ય રહાણે પોતાની કારકિર્દીની પ્રથમ સદી લોર્ડ્સના મેદાનમાં ફટકારી હતી. તેણે રમેલી 103 રનની ઇનિંગની મદદથી ભારત 295ના સ્કોર સુધી પહેલી ઇનિંગમાં પહોંચી શક્યું હતું.

કોહલી અને ભુવનેશ્વર

કોહલી અને ભુવનેશ્વર

ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે વિરાટ કોહલી સાથે તેની ઉજવણી કરી હતી.

વિરાટ કોહલી નિરાશ

વિરાટ કોહલી નિરાશ

બીજી ઇનિંગમાં ઝીરો પર આઉટ થતા વિરાટ કોહલી નિરાશ થયો હતો.

જાડેજાએ લીધી વિકેટ

જાડેજાએ લીધી વિકેટ

આ મેચમાં જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. જાડેજાએ પહેલી ઇનિંગમાં બે અને બીજી ઇનિંગમાં એક વિકેટ લીધી હતી.

ઇશાંતે બનાવ્યો રેકોર્ડ

ઇશાંતે બનાવ્યો રેકોર્ડ

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સાત વિકેટ લેનાર તે પહેલો ભારતીય ઝડપી બોલર બની ગયો છે.

English summary
India's Test victory at Lord's yesterday (July 21) was a result of the team playing very well on all five days of the match. Ajinkya Rahane's century on the first day on a green pitch laid the foundation for India's 95-run victory on the fifth and final day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X