For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે જુનિયર તેંડુલકરનો પણ મુંબઇ ટીમમાં સમાવેશ

|
Google Oneindia Gujarati News

arjun tendulkar
મુંબઇ, 10 જાન્યુઆરી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પણ પોતાના મહાન પિતાની રાહે ચાલી પડ્યો છે. ડાબા હાથનો બેટ્સમેન અર્જુનને વેસ્ટ જોન મુકાબલા માટે મુંબઇ અંડર-14 ક્રિકેટ ટીમમાં પહેલી વખત સમાવેશ કરવામાં આવ્યો છે. બેટિંગ ઉપરાંત અર્જુન ફાસ્ટ બોલિંગ પણ કરી શકે છે.

ડાબા હાથના આ બેટ્સમેને મુંબઇ ક્રિકેટ સંઘની અંડર-14 ટીમની પસંદગી પ્રક્રિયા દરમિયાન સદી ફટકારી હતી. 12 વર્ષના ઉભરતા ક્રિકેટરે પોતાની જોરદાર પ્રતિભા પ્રદર્શિત કરતા ક્રોસ મેદાન પર ગયા શનિવારે થયેલી ટ્રાયલમાં 124 રનોની શાનદાર પારી ખેલી હતી. અર્જુનની આ શાનદાર સદીના કારણે ખાર જિમખાનાએ ગોરેગાંવ સેંટરને એક પારી અને 21 રનથી માત આપી હતી. અર્જુને પોતાની શતકીય પારીમાં 14 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.

અર્જુને ગયા વર્ષે જાન્યુઆરીમાં પુણેમાં કોન્ડેસ ટ્રોફી દ્વારા ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે પીસીએમસી વારોક વેંગસરકર સીએની સામે 65 રનોની પારી ખેલી હતી. ગયા વર્ષે જૂનમાં જ સમર વેકેશન દરમિયાન ટ્રેનિંગ કેમ્પમાં મુંબઇના 14 સંભવિત ખેલાડિયોની સૂચિમાં અર્જુનનું નામ સામેલ હતું.

સ્કૂલ ક્રિકેટ અને સ્થાનીય સ્તર પર ક્રિકેટ મુકાબલામાં તેમના શાનદાર પ્રદર્શનના આધારે તેમનું મુંબઇની અંડર-14 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બેટિંગન ઉપરાંત ફાસ્ટ બોલીંગ કરનાર અર્જુને ધીરુભાઇ અંબાણી સ્કૂલ તરફથી રમતા જમનાબાઇ નારસે સ્કૂલ સામે 22 રન આપી 8 વિકેટ લીધી હતી. આ મુકાબલામાં ધીરુભાઇ અંબાણી સ્કૂલે જીત મેળવી હતી.

ટાઇમ મેગેઝિને આપેલા એક સાક્ષાત્કારમાં સચિન તેંડુલકરે જણાવ્યું કે અર્જુનમાં ક્રિકેટને લઇને ખાસ ક્રેઝ છે. તે ખાસ કરીને ક્રિકેટને વધારે પ્રેમ કરે છે અને તે એક સારી બાબત છે.

English summary
Arjun Tendulkar selected in under-14 Mumbai team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X