For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા જીત તરફ, ઓસિ.ની 9 વિકેટ ડૂલ

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 25 ફેબ્રુઆરી: ચેન્નાઇ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહુંચી ગઇ હતું. જોકે બીજી પારીમાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે દિવસના અંતે 9 વિકેટના નુકસાને 232 રન બનાવી મેચમાં 40 રનોની લીડ કરી લીધી છે. આની સાથે જ કાંગારુ ટીમ પારીમાં હારથી બચી ગયું છે.

ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં પ્રથમ ઝટકો શેન વોટ્સનના રૂપમાં લાગ્યો જે સસ્તામાં આઉટ થઇ ગયો. તેને આર અશ્વિને પોતાનો શિકાર બનાવ્યો. ત્યારબાદ એડ કોવેન પણ 32 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યા. ફિલિપ હ્યુઝ શૂન્યમાં જ પેવેલિયનભેગા થઇ ગયા. રવિન્દ્ર જાડેજાએ તેને આઉટ કર્યો. ડેવિડ વોર્નર પણ વધારે ટકી શક્યા નહીં અને 23 રન બનાવીને હરભજનનો શિકાર બન્યા. મેથ્યુ વેડને પણ હરભજને બોલ્ડ કરી દીધો. ત્યારબાદ પહેલી પારીમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન માઇકલ ક્લાર્કને પણ અશ્વિને 31 રન પર પેવેલિયનભેગો કરી દીધો. જ્યારે નવમી વિકેટ પીટર સીડલના રૂપમાં હરભજનસિંહે ઝડપી.

આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શાનદાર 224 રનની પારી ખેલીને ભારતને શાનદાર બઢત અપાવી દીધી હતી. બાદમાં ભારતીય પારી 572 પર સમેટાઇ અને 192 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે.

આ પહેલા ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને ભુલાવી ભારતીય ટીમે પોતાની ગુમાવેલી શાન પાછી મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. ચેન્નાઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની સામે જારી પહેલી ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર, કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની રમતમાં ફરી આત્મવિશ્વાસ ઝળક્યો જ્યારે પોતાના કેરિયરની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમી રહેલા બોલર ભુવનેશ્વરની બેટિંગમાં પણ ડિફેન્સીવ પ્લાનિંગ જોવા મળી.

dhoni
સચિનના આઉટ થયા બાદ કોહલી અને બાદમાં ધોનીએ ભારતીય ટીમને સસ્તામાં પેવેલિયનભેગી કરવાની કાંગારુ ટીમની આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું હતું. મેચના ત્રીજા દિવસે રવિવારે રમત પૂરી થવા સુધી ભારતીય ટીમે પોતાની પ્રથમ પારીમાં આઠ વિકેટના નુકસાન પર 515 રન બનાવી લઇ શાનદાર 135 રનની લીડ મેળવી હતી.

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાવાર ફરી પોતાના હેલિકોપ્ટર શોટ થકી કાંગારુઓને ભીંસમાં લીધા હતા. ધોનીએ અણનમ 224 રન ફટકારી ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ બેવડી સદી બનાવી છે. ધોનીની આ છઠ્ઠી ટેસ્ટ મેચ છે. ધોનીએ પોતાની પારીમાં 22 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવી ચૂક્યા છે.

English summary
ndia were all out for 572 in their first innings on the fourth day of the first cricket Test against Australia in Chennai on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X