For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાની હાર માટે ધોની જવાબદાર: ચેતન શર્મા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

msdhoni bat
નવી દિલ્હી, 4 ઑક્ટોબર: ભારતના પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ કહ્યું છે કે ટી20 વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થઇ છે તેના માટે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જવાબદાર છે. તેમને હાર માટેની જવાબદારી સ્વિકારવી જોઇએ અને ટીમની હાર માટે વરસાદ પર આરોપ લગાવવો ન જોઇએ.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતના દાવ બાદ વરસાદ પડ્યો હતો. ધોનીનું કહેવું છે કે વરસાદના કારણે ભારતીય સ્પિનર બેઅસર થઇ ગયા હતા. ધોનીએ આ મેચમાં ત્રણ સ્પિનરનો સમાવેશ કર્યો હતો. સ્પિનરોનો જાદૂ ન ચાલતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સરળતાથી 9 વિકેટે હરાવી જીત મેળવી હતી. આ મોટી હારના કારણે ભારત સુપર-8માં ત્રણમાંથી બે મેચ જીત્યા બાદ પણ પાકિસ્તાનથી રનના આધારે પાછળ રહ્યું ગયું અને વર્લ્ડકપમાંથી ભારતીય બહાર થઇ ગઇ.

ચેતન શર્માએ ભારતની હાર માટે હરભજનનો ટીમમાં સમાવેશ ન કરવાની વાત કરી હતી. ચેતન શર્માએ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમવામાં આવેલી અંતિમ મેચમાં ભારત માટે મહત્વપૂર્ણ હતી પરંતુ આ મેચમાં ધોનીએ હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કર્યો ન હતો. ચેતન શર્માએ હરભજન સિંહના વખાણ કરતાં કહ્યું હતું કે આ બોલેરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લીધી છે. હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કરવો જોઇતો હતો.

વર્લ્ડકપની સેમીફાઇનલમાં ક્વાલિફાઇ કરવા માટે ભારત દક્ષિણ આફ્રિકાને 121 રનો પર ઓલઆઉટ કરી શક્યું ન હતું. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર માટે વરસાદને જવાબદાર ગણાવ્યો છે. ચેતન શર્માએ કહ્યું હતું કે ધોનીએ હારની જવાબદારી સ્વિકારી લેવી જોઇએ.

English summary
Former India cricketer Chetan Sharma feels Team India skipper MS Dhoni is responsible for India's exit from ICC World T20 in Sri Lanka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X