કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આજે છે "ગોલ્ડન" દિવસ, 25મો ગોલ્ડ મેડેલ

Posted By:
Subscribe to Oneindia News

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે શનિવાર સાબિત થયો છે ગોલ્ડન શનિવાર. કારણ કે આજે એક પછી એક ગોલ્ડ મેડલ ભારતના ખોળામાં આવીને પડી રહ્યા છે. મેરી કોમની બોક્સિંગની વાત હોય કે ટેબલ ટેનિસની, થ્રો ગેમ્સથી લઇને શૂટિંગ સુધી ભારતીય ખેલાડીઓ ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને લાવી રહ્યા છે. જો કે કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે સૌથી વધુ ગોલ્ડ બોક્સિંગ ક્ષેત્રે મળ્યા છે. અને આ કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓ અદ્ઘભૂત પ્રદર્શન બતાવી રહ્યા છે. ત્યારે આજના આ ગોલ્ડન દિવસના ગોલ્ડન સિતારા કોણ કોણ છે જાણો અહીં...

શરૂઆતથી જ મોરી કોમના ગોલ્ડથી

શરૂઆતથી જ મોરી કોમના ગોલ્ડથી

શનિવાર સવારથી જ મેરીકોમે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ક્રિસ્ટિનાને 5-0થી હરાવીને 45-48 કિલોગ્રામના વજનની રમતમાં સ્વર્ણ પદક પોતાના નામે કર્યો છે. મેરીકોમ આજે ઇંગ્લેન્ડની ક્રિસ્ટિનાને હરાવી હતી. અને આ શાનદાર જીત મેળવી હતી. મેરી કોમની જીત પછી તેના કોચે તેને ખભા પર લઇને આ જીત મનાવી હતી. નોંધનીય છે કે આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતમાં બોક્સિંગ છવાઇ ગયું છે.

થ્રોમાં ભારતને ગોલ્ડ

થ્રોમાં ભારતને ગોલ્ડ

જેવલિન થ્રોમાં નીરજ ચોપડાને 86.47 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેવલિન થ્રોમાં ભારતના નીરજ ચૌપડા સતત લીડ પર હતા અને ચોથા પ્રયાસમાં તેમણે 86.47 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ થ્રો તેમની આ સિઝનનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો હતો.

શૂટિંગ

શૂટિંગ

શૂટર સંજીવ રાજપૂતે મેન્સ રાઇફલ થ્રી પોઝીશનમાં ગોલ્ડ જીત્યો હતો. આજે કોમનવેલ્થ ગેમ્સના 10માં દિવસે મેરી કોમ પછી તેમને બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને બપોર સુધીમાં ભારતે 7 જેટલા ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.

વીનેશ ફોગાટ

વીનેશ ફોગાટ

50 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ માટે વીનેશ ફોગટ કનેડાની જેસિકા મેકડોનાલ્ડ સાથે અદ્ધભૂત રમત આપી હતી. જો કે વીનેશે જેસિકાના પછાડીને આ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અને 4 અંકોની લીડ સાથે તે આ રમતમાં જીતી ગઇ હતી. આ સિવાય બોક્સિંગમાં ગૌરવ સોલંકીએ પણ 52 કિગ્રા વજનમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે.

ટેબલ ટેનિસ

ટેબલ ટેનિસ

ભારતની મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સાથે જ આ જીતથી ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીતનાર મનિકા બત્રા ભારતની પહેલી મહિલા ખેલાડી બની ગઇ હતી. અને તેમણે દેશના ગૌરવને વધાર્યું હતું. આ ઉપરાંત 75 કિગ્રા વજનમાં વિકાસ કુષ્ણને ગોલ્ડ જીત્યું હતું. આ રીતે ભારતે 25 ગોલ્ડ , 13 સિલ્વર અને 17 બ્રોન્ઝ પોતાના નામે કર્યા છે. અને જે રીતે ભારતીય ખેલાડીઓ રમી રહ્યા છે તે જોતા આ નંબરમાં વધારો ચોક્કસથી થશે તેમ લાગે છે.

English summary
Commonwealth Games 2018 : India clinched several Golds today. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.