For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટની એવી કેટલીક વાતો જેને જાણીને આપ થઈ જશો ચકિત

|
Google Oneindia Gujarati News

ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. કારણ કે પહેલા મોટા મોટા દેશના મોટા મોટા લોકો ક્રિકેટ રમતા હતા. ધીરે ધીરે આ જેન્ટલમેન ગેમ લોકોના જીવનમાં ઘર કરી ગઈ. અને ભારત જેવા દેશોમાં તો ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે.

ભારતમાં ધન અને નામનાની ઉંચાઈઓ પર બેઠેલા ક્રિકેટર્સને ભગવાનનું બિરૂદ આપવામાં આવે છે. સમય બદલાવાની સાથે ક્રિકેટના ફોર્મેટમાં પણ ધરખમ બદલાવ આવ્યા. IPL તે બદલાવનું સૌથી ઉત્તમ ઉદાહરણ પણ કહી શકાય.

આજે અમે તમને ક્રિકેટ સાથે જોડાયેલી એવી કેટલીક રોચક વાતો જણાવીશું જેને વાંચીને આપ પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો.

માત્ર એક જીત

માત્ર એક જીત

ટેસ્ટ મેચમાં આજ સુધી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ જીત હાંસલ કરી છે. આ જીત શ્રીલંકાએ વર્ષ 1999માં હાંસલ કરી હતી.

સનથ જયસુર્યા

સનથ જયસુર્યા

જયસુર્યાને ઘણો સારો ઓલ રાઉન્ડર માનવામાં આવે છે. કારણ કે તેણે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર શેનવોર્નથી વધુ વિકેટ લીધી છે.

શેર- એ-બાંગ્લા

શેર- એ-બાંગ્લા

બાંગ્લાદેશના શેર એ બાંગ્લા અને બંગાબંધુ સ્ટેડિયમમાં ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડઝ કરતા પણ વધુ વન ડે રમવામાં આવી છે.

21 મેડન ઓવર

21 મેડન ઓવર

ભારતીય સ્પિનર બાપુ નડકરનીએ ચેન્નાઈમાં ઇગ્લેન્ડ વિરૂદ્ધ સતત 21 મેડન ઓવર નાખી હતી. આ અત્યારસુધીનો એક અદભૂત રેકોર્ડ છે.

174 બોલમાં અણનમ 36 રન

174 બોલમાં અણનમ 36 રન

વિશ્વકપમાં 335 રનનો પીછો કરતા સુનિલ ગાવાસ્કરે 174 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. આ મેચ 1975માં રમાઈ હતી.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

વિશ્વકપમાં નોકઆઉટની તક વખતે એક માત્ર ભારતીય બેટ્સમેને શતક લગાવ્યું હતુ. અને તે ખેલાડી હતા સૌરવ ગાંગુલી.

વિરાટનો કમાલ

વિરાટનો કમાલ

વિરાટ કોહલીની હાજરીમાં 300નો આંકડો ભારતે 5 વાર પાર કર્યો છે.

મહિલા જયવર્ધન

મહિલા જયવર્ધન

વિશ્વકપની સેમીફાઇનલ અને ફાઇનલ બંને મેચમાં શતક લગાવનાર માત્ર એક જ બેટ્સમેન છે અને તે છે મહિલા જયવર્ધન.

કર્ટની વોલ્સ

કર્ટની વોલ્સ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત નોટઆઉટ રહેનાર ખેલાડીનું નામ કર્ટની વોલ્સ છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

વન ડેમાં લગાતાર ચાર વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ સૌરવ ગાંગુલીએ મેળવ્યો છે.

ડર્ક નાનેસ

ડર્ક નાનેસ

ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ બંને ટીમ માટે રમનાર એક માત્ર ખેલાડી ડર્ક નાનેસ છે.

ઉધારીનું બેટ

ઉધારીનું બેટ

શાહિદ અફ્રિદીએ વન ડેમાં સૌથી ફાસ્ટ શતક લગાવવા માટે વકાર યુનુસનું બેટ ઉધાર લીધુ હતુ.

પહેલા જ બોલમાં વિકેટ

પહેલા જ બોલમાં વિકેટ

પાકિસ્તાની ખેલાડી ઈન્ઝમામ ઉલ હકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના પહેલા બોલમાં જ વિકેટ લીધી હતી.

માત્ર 6 સિક્સ

માત્ર 6 સિક્સ

સર ડોન બ્રેડ મેને પોતાની આખીય કરિયરમાં માત્ર છ સિક્સ મારી છે.

સેહવાગનું 19નું કનેક્શન

સેહવાગનું 19નું કનેક્શન

વિસ્ફોટક વિરેન્દ્ર સેહવાગનું 19નું કનેક્શન
ટ્વેન્ટી-20માં તેમનો સર્વાધિક સ્કોર 119
વનડેમાં 219 અને ટેસ્ટમાં 319

સચિનથી આગળ અક્રમ

સચિનથી આગળ અક્રમ

વસીમ અક્રમનો સર્વાધિક ટેસ્ટ સ્કોર સચિનથી વધુ છે. પાકિસ્તાની ક્રિકેટર અક્રમે 257 રન બનાવ્યાં છે. જ્યારે તેડુંલકરે મહત્તમ 248 રન નોટ આઉટ બનાવ્યા છે.

વિશ્વકપની ફાઈનલ મેચમાં હાર

વિશ્વકપની ફાઈનલ મેચમાં હાર

વિશ્વકપના ઈતિહાસમાં ઈગ્લેન્ડ એક એવી ટીમ છે, જેણે 60 ઓવરની ફાઈનલ (1979 વિશ્વકપ), 50 ઓવરની ફાઈનલ (1992 વિશ્વકપ અને 2004ની ચેમ્પિયન્સ ટ્રોફી) અને આઈસીસી ટુર્નામેન્ટની ફાઈનલ (2013 ચેમ્પિયન્સ ટ્રોફી)ની મેચ હારી છે.

બધા જ નંબર પર રમ્યા

બધા જ નંબર પર રમ્યા

લાન્સ ક્લુઝનર, અબ્દુલ રઝાક, શોએબ મલિક, અને હસન તીલકરત્ને એવા ખેલાડીઓ છે કે જેઓ વન ડે મેચમાં 1થી લઈને 10 નંબર સુધી બધા જ નંબર પર દાવ રમ્યા છે.

એક પણ શતક નહિં

એક પણ શતક નહિં

મહેન્દ્ર સિંહ ધોનીએ એશિયાની બહાર એક પણ શતક નથી બનાવ્યું.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાએ એશિયાની બહાર એક જ શતક બનાવ્યું છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cricket is called a gentleman’s game, here is amazing facts about this interesting and popular game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X