For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આઈપીએલ હારવા છતાં આ ખેલાડીઓને મળ્યું લાખોનું ઈનામ, જાણો

IPL 2020: આઈપીએલ હારવા છતાં આ ખેલાડીઓને મળ્યું લાખોનું ઈનામ, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચારોતરફ ફેલાયેલી ખામોશી વચ્ચે પ્રતિષ્ઠિત દુબઈ ઈન્ટરેશનલ સ્ટેડિયમમાં ચાલી રહેલ પ્રીમિયર લીગના બહુપ્રતિક્ષિત 13મી સંસ્કરણની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે બાજી મારી.

દિલ્હીએ પહેલાં બેટિંગ કરતાં બહુ ખરાબ શરૂઆત કરી હતી, કેમ કે શરૂઆતી ઝાટકાઓએ તેમને પરેશાન કરી નાખ્યા હતા. ઓપનિંગ જોડી માર્કસ સ્ટોઈનિસ અને શિખર ધવન આ વખતે ચાલી ના શક્યા. પરંતુ કેમક રીતે ટીમના જહાજને આગળ વધારતાં શ્રેયસ ઐય્યર અને ઋષભબ પંતની 96 રનની ભાગીદારીથી ટીમ 156ના સ્કોર સુધી પહોંચી શકી.

મુંબઈ ઈન્ડિયન્સનો કમાલ

મુંબઈ ઈન્ડિયન્સનો કમાલ

જવાબમાં રોહિત શર્મા અને ક્વિંટન ડીકૉકના રૂપમાં મુંબઈની અનુભવી સલામી જોડીએ પોતાની તેજી સાબિત કરતાં ટીમને પહેલી વિકેટ માટે એક ઠોસ ભાગીદારી આપી. 4.1 ઓવરમાં 1 વિકેટ પર 45 રન બનાવ્યા બાદ મુંબઈએ પછી પાછળ ફરીને ના જોયું. ઘાતક બોલિંગ અટેક સામે 68 રન બનાવ્યા બાદ પ્રીમિયર બેટ્સમેન રોહિત શર્મા કેચ આઉટ થઈ ગયા તો બાદમાં ઈશાન કિશાને 33 રનની ઈનિંગ રમી હતી.

પુરસ્કાર વિજેતાઓને કેટલી રકમ મળી

પુરસ્કાર વિજેતાઓને કેટલી રકમ મળી

  • વિજેતા- મુંબઈ ઈન્ડિયન્સ- 20 કરોડ રૂપિયા
  • ઉપવિજેતા- દિલ્હી કેપિટલ્સ- 12.5 કરોડ રૂપિયા
  • ક્વૉલીફાયર 2 હારનાર ટીમ- સનરાઈઝર્સ હૈદરાબાદ- 8.75 કરોડ રૂપિયાા
  • ક્વૉલીફાયર 1 હારતી ટીમ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર0 8.75 કરોડ રૂપિયા
  • ફેરવેલ અવોર્ડઃ મુંબઈ ઈન્ડિયન્સ
  • ઓરેન્જ કેપ- કેએલ રાહુલ- 10 લાખ
  • પર્પલ કેપઃ કગિસો રબાડા- 10 લાખ
  • સૌથી મૂલ્યવાન ખેલાડીઃ જોફ્રા આર્ચર- 10 લાખ રૂપિયા
  • ઉભરતા ખેલાડીઃ દેવદત્ત પડિક્કલ- 10 લાખ રૂપિયા
  • ગેમ ચેન્જર ઑફ ધી સીઝનઃ કેએલ રાહુલ- 10 લાખ રૂપિયા
  • સુપર સ્ટ્રાઈકર ઑફ ધી સીઝઝનઃ કીરોન પોલાર્ડ- 10 લાખ રૂપિયા
  • સૌથી વધુ છગ્ગા લગાવનાર- ઈશાન કિશન- 10 લાખ રૂપિયા
  • સીઝનનો પાવરપ્લેયરઃ ટ્રેન્ટ બોલ્ટ- 10 લાખ રૂપિયા
રોહિતે કહ્યું- બહુ પહેલાં તૈયારી શરૂ થઈ ગઈ હતી

રોહિતે કહ્યું- બહુ પહેલાં તૈયારી શરૂ થઈ ગઈ હતી

દિલ્હીએ 157 રનનો લક્ષ્ય રાખ્યો હતો જેને મુંબઈએ 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો. મેચ બાદ રોહિત શર્માએ નિવેદન આપતાં ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી. રોહિત શર્માએ કહ્યું કે, આખી સીઝનમાં વસ્તુઓ જેવી રીતે થઈ તેનાથી ઘણો ખુશ છું. અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે અમને જીતવાની આદતની જરૂરત છે. અમે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. મને લાગે છે કે પડદા પાછળ કામ કરતા લોકોને ઘણોબધો શ્રેય જાય છે. હંમેશા તેઓ કોઈના ધ્યાનમાં નથી આવતા. અમારું કામ આઈપીએલ શરૂ થયાના બહુ પહેલેથી શરૂ થઈ ગયું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Devdutt Dadikkal, KL Rahul, Rabada, won IPL prize money despite lost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X