આજે સિરિઝની બીજી T-20 મેચ, કોહલીની કસોટી

Written By:
Subscribe to Oneindia News

T-20 સિરિઝમાં 1-0થી આગળ રહેલી ઇંગ્લેન્ડની ટીમ આજે કંઇક નવા જ આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરશે, કારણ કે બહુ ઓછી ટીમોએ ભારતને ઘર આંગણે આટલી સરળતાથી પછાડી છે.

ટાયમિલ મિલ્સ અને ક્રિસ જોર્ડનના આવવાથી ઇંગ્લેન્ડ ટીમનો સ્પેસ અટેક વધુ મજબૂત થયો છે. પહેલી મેચમાં હાર મળી હોવા છતાં ભારતીય ટીમ પણ વિરાટ કોહલીની આગેવાની હેઠળ અલગ જુસ્સા સાથે મેદાન પર જોવા મળશે.

team india

સિરિઝની પ્રથમ મેચમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તેને સુધારવાનો પ્રયત્ન થશે. ભારતીય ટીમ બેટિંગમાં અનુભવી અને સંતુલિત છે. વિરાટ કોહલી, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની જેવા બેટ્સમેન કોઇ પણ ટાર્ગેટ ચેઝ કે સેટ કરી શકવા સક્ષમ છે.

આથી ભારતીય ટીમમાં બહુ ફેરફાર થાવની શક્યતા નથી. મેચ નાગપુરમાં હોવાથી ભારતનો બોલિંગ એટેક સ્પિન આધારિત રહેશે. અમિત મિશ્રા, ચહલ, રસુલુ મહત્વનો ભાગ ભજવી શકે છે, કારણ કે, નાગપુરમાં સ્પિન વિકેટ છે. ભારતીય ટીમમાં આશિષ નેહરાને સ્થાને ભુવનેશ્વર કુમારને સ્થાન મળી શકે છે. કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગમાં જ પોતાની રમત બતાવે એવી પણ શક્યતા છે.

અહીં વાંચો - રાફેલને હરાવી રોજર ફેડરરે 18મો ગ્રાન્ડસ્લેમ પોતાને નામ કર્યો

ઇંગ્લેન્ડની ટીમમાં પણ પરિવર્તનની શક્યતા નહિંવત્ છે. સેમ બિલિંગ્સ અને જેસન રોય જ મેચ ઓપનિંગ કરે એવી સંભાવના છે. જોર્ડન અને મિલ્સનું સ્થાન નિશ્ચિત જણાય છે, જ્યારે ક્રિસ વોક્સ અને જેક બોલને સ્થાન મળવાની શક્યતા ઓછી છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચ ખૂબ અગત્યની કહી શકાય, કારણ કે ધોનીને T-20 મેચમાં 5000 રન પૂરા કરવા માટે હવે માત્ર 10 રનની જરૂર છે.

તો બીજી બાજુ હાર્દિક પંડ્યા માટે પણ આ મેચ અગત્યની છે, કારણ કે તે છેલ્લી દસ મેચોમાં 10 રનનો આંકડો પાર કરી શક્યો નથી.

English summary
India Vs England: 2nd T20I in Nagpur
Please Wait while comments are loading...