For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvSL: ભારતે શ્રીલંકાને 168 રનથી માત આપી

ભારત વિ. શ્રીલંકા 4થી વન ડે મેચ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચ વન ડે સીરિઝની 4થી મેચ ગુરૂવારે કોલંબો ખાતે રમાઇ હતી. ભારત આ સીરિઝમાં 3-0થી આગળ છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે દાંબુલામાં રમાયેલ પ્રથમ વન ડે મેચમાં 9 વિકેટના અંતરથી જીત મેળવી હતી. પલ્લેકલમાં રમાયેલ બીજી વન ડે મેચમાં ભારતીય ટીમે જીતવા માટે ખાસી મહેનત કરવી પડી હતી. આ મેચમાં શ્રીલંકા તરફથી આ સીરિઝમાં પહેલીવાર રમવા આવેલ અકીલા ધનંજયે 6 ભારતીય બેટ્સમેનને આઉટ કરી શ્રીલંકાની ટીમને જીત તરફ આગળ વધારી હતી. પરંતુ ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના અનુભવને પરિણામે ભારત 3 વિકેટથી આ મેચ જીતી ગયું હતું. પલ્લેકલમાં જ રમાયેલ 3જી વન ડે મેચમાં ભારત 6 વિકેટથી જીત્યું હતું. ગુરૂવારે રમાયેલ મેચ ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની 300મી વન ડે મેચ છે.

india vs sri lanka 4th odi

સ્કોર અપડેટ્સ:

  • ભારતે શ્રીલંકાને 168 રનથી આપી માત,સીરિઝમાં 4-0થી આગળ
  • શ્રીલંકાએ 42.4 ઓવરમાં માત્ર 207 રન બનાવ્યા
  • 207ના જ સ્કોર પર શ્રીલંકાની 10મી વિકેટ, લસિથ મલિંગા 0 પર આઉટ
  • 207ના સ્કોર પર 9મી વિકેટ, 5 રન બનાવી ફર્નાંડો આઉટ
  • 196ના સ્કોર 8મી વિકેટ, 3 રન બનાવી પુષ્પાકુમારા બન્યા બુમરાહનો શિકાર
  • 190ના સ્કોર પર 7મી વિકેટ, 70 રન બનાવી મેથ્યૂઝ આઉટ
  • 177ના સ્કોર પર 6ઠ્ઠી વિકેટ,22 રન બનાવી ડિસિલ્વા રન આઉટ
  • 141ના સ્કોર પર શ્રીલંકાની 5મી વિકેટ સાથે સિરીવર્દના આઉટ, આ વિકેટ પણ પંડ્યાએ લીધી
  • 68ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, થિરિમાને 18 રન બનાવી આઉટ. આ વિકેટ પંડ્યાએ લીધી
  • 37ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, મુનાવીરા 11 રન બનાવી બુમરાહનો શિકાર બન્યા
  • 26ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, મેંડિસ માત્ર 1 રનમાં રન આઉટ
  • 22ના સ્કોર પર શ્રીલંકાની 1લી વિકેટ, ડિક્વેલા 14 રન બનાવી આઉટ, આ વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી
  • ભારતે શ્રીલંકાને આપ્યો 376 રનનો લક્ષ્યાંક
  • ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 375 રન બનાવ્યા
  • અર્ધસદી ફટકારીને મનીષ પાંડે અને 49 રન સાથે ધોની નોટ આઉટ
  • 274ના સ્કોર પર ભારતની 5મી વિકેટ, 7 રન બનાવી રાહુલ આઉટ
  • 262ના જ સ્કોર પર ભારતની 4થી વિકેટ, 88 બોલમાં 104 રનની શાનદાર સદી ફટકારી રોહિત શર્મા આઉટ
  • 262ના સ્કોર પર ભારતની 3જી વિકેટ, માત્ર 19 રન બનાવી હાર્દિક પંડ્યા આઉટ
  • 225ના સ્કોર પર ભારતની 2જી વિકેટ, 96 બોલમાં 131 રનની સદી ફટકારી કપ્તાન કોહલી પેવેલિયન પરત
  • 6ના સ્કોર પર ભારતની 1લી વિકેટ, માત્ર 4 રન બનાવી શિખર ધવન આઉટ. વિશ્વા ફર્નાંડોએ લીધી વિકેટ
  • કપ્તાન કોહલીએ 300મી વન ડે મેચ રમવા મેદાનમાં ઉતરનાર મહેન્દ્ર સિંહ ધોનીને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કર્યા હતા.
  • શ્રીલંકાના કપ્તાન લસિથ મલિંગાએ જણાવ્યું કે, અમે પહેલા બોલિંગ કરવા માંગતા હતા અને એ જ થયું. સાથે જ તેમણે જણાવ્યું કે, તેમની ટીમમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી.
  • ભારતીય ટીમમાં ત્રણ પરિવર્તન કરવામાં આવ્યા છે. ટીમમાં મનીષ પાંડે, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચથી શાર્દુલ ઠાકુર વન ડે મેચમાં ડેબ્યૂ કરી રહ્યાં છે, તેમને કોચ રવિ શાસ્રીની હાથે વન ડે કેપ આપવામાં આવી હતી.
  • ટોસ જીત્યા બાદ વિરાટ કોહલીએ ધોનીના વખાણ કરતાં કહ્યું કે, અમે સૌ તેમનું ખૂબ સન્માન કરીએ છીએ અને એટલો જ પ્રેમ પણ કરીએ છીએ. તેઓ આ રમતના લિજેન્ડ છે અને અમને તેમની જરૂર છે.
  • ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ટીમ ઇન્ડિયા(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી(કપ્તાન), લોકેશ રાહુલ, મનીષ પાંડે, એમએસ ધોની(વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ

શ્રીલંકા(પ્લેઇંગ ઇલેવન): દિલશાન મુનાવીરા, નિરોસન ડિક્વેલા(વિકેટ કીપર), કુસલ મેંડિસ, લાહિરૂ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ, મલિંદા સિરીવર્દના, વનિદુ હસરંગા, મલિંદા પુષ્પકુમારા, અકીલા ધનંજયા, વિશ્વા ફર્નાંડો, લસિથ મલિંગા(કપ્તાન)

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India Vs Sri Lanka. 4th One Day Match. Read all the score updates in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X