For Daily Alerts

રણજી ટ્રોફી ફાઇનલઃ ગુજરાત VS મુંબઇ પહેલો દિવસ
56 વર્ષ પછી ગુજરાતની ટીમ રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમી રહ્યું છે. ત્યારે આ અંગે વધુ સમાચાર વાંચો અહીં.
મંગળવારે ઇન્દોર ખાતે રણજી ટ્રોફીની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિ. મુંબઇ વચ્ચે આજે આ મેચ રમાઇ હતી. મેચના પહેલો દિવસેે ગુજરાતની ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે 52 વર્ષ બાદ ગુજરાતની ટીમ રણજી ટ્રોફીમાં વાપસી કરી છે. ત્યારે ગુજરાતની ટીમથી તમામ ગુજરાતી ક્રિકેટપ્રેમીઓને ભારે આશા છે. ગુજરાતની ટીમ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું.
ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 83મી રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં ગુજરાતની ટીમે 228 રને મુંબઇની ટીમને ઓલ આઉટ કરી છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ 46મી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે, જ્યારે ગુજરાત બીજી વાર આ ફાઇનલમાં પહોંચવામાં સફળ થયું છે. ગુજરાતની ટીમ 1950-51માં ફાઇનલમાં પહોંચી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
English summary
Ranji trophy final: Gujarat vs Mumbai. Read here more update on it's.
Story first published: Tuesday, January 10, 2017, 17:50 [IST]