For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

cwg update: મલાયકાએ અપાવ્યો શૂટરમાં ભારતને સિલ્વર

|
Google Oneindia Gujarati News

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહ્યાં છે, પહેલા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સાત મેડલ મેળવ્યા હતા, બીજા દિવસે પણ ભારતનું પ્રદર્શન સારુ રહ્યું છે. ભારત પાસે ગત કોમનવેલ્થ ગેમ્સ કે જે ભારતમાં દિલ્હી ખાતે યોજાયો હતો. તેમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું હતું, તેવા જ પ્રદર્શનની આશા ગ્લાસગોમાં ખાતે રાખવામાં આવી રહી છે.

અહીં કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલા આજના તાજા સમાચારોને એક યાદીના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. આજના કોમનવેલ્થ ગેમ્સ અપડેટ અંગે વાત કરવામાં આવે તો આજે ભારતે નવ રમતોમાં પોતાનો પડકાર રજૂ કરવાનો છે, જેમાં બેડમિન્ટન, મુક્કેબાજી, સાઇકલિંગ ટ્રેક, હોકી, જૂડો, લોન બોલ્સ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, નિશાનેબાજી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કોમનવેલ્થ ગેમ્સ અપડેટ.

સંજીતા, સુખેને અપાવ્યો ગોલ્ડ, સચિને કર્યા શર્મસાર

સંજીતા, સુખેને અપાવ્યો ગોલ્ડ, સચિને કર્યા શર્મસાર

સ્કોટલેન્ડની રાજધાનીમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં જ્યાં એક તરફ ભારતે બે ગોલ્ડ મેડલ સાથે સાત મેડલ જીતીને પોતાના અભિયાનની શરૂઆત કરી છે તો બીજી તરફ સચિન ચૌધરી પારા-પાવરલિફ્ટર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં ભારતે શરમજનક અવસ્થામાં મુકાયું છે.

હોકીમાં ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું

હોકીમાં ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું

ભારતીય પુરુષ હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ભારતે શુક્રવારે પૂલ એ સ્પર્ધામાં વેલ્સને 3-1થી હરાવ્યું છે.

મલાયકાને સિલ્વર, હિનાએ કર્યા નિરાશ

મલાયકાને સિલ્વર, હિનાએ કર્યા નિરાશ

ભારતની મલાયકા ગોયલે શાનદાર પ્રદર્શન કરતા શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે, જ્યારે વિશ્વની ટોચ ખેલાડી હિના સિદ્ધુએ નિરાશ કર્યા છે.

સાજને કર્યા નિરાશ, સેજવાલ પહોંચ્યા ફાઇનલમાં

સાજને કર્યા નિરાશ, સેજવાલ પહોંચ્યા ફાઇનલમાં

ભારતના સાજન પ્રકાશ પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં ક્વાલિફાઇંગ દોરમાં પોતાના હીટથી નિરાશાજનક રીતે આઠમાં સ્થાને છે જ્યારે સંદીપ સેજવાલ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં સેમીફાઇનલમાં પહોંચી ગયા છે.

જૂડોઃ પુરુષો મળી હાર, મહિલાઓ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં

જૂડોઃ પુરુષો મળી હાર, મહિલાઓ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં

ભારતીય મહિલા જૂડો ખેલાડી સુનિપબાલા હુઇદ્રોમ (-70 કેજી) અને ગરિમા ચૌધરી(-63 કેજી) શાનદાર પ્રદર્શ કરતા શુક્રવારે ફાઇનલમાં પહોંચી ગયા છે. જ્યારે પુરુષ ખેલાડીઓની અંતિમ 32 દોરમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

English summary
India's first medal from the shooting ranges in the 2014 Commonwealth Games came from 16-year-old Malaika Goel, who shot down a silver in the women's 10m air pistol event, while her role model and former World No.1 Heena Sidhu ended up a disappointing seventh at the Barry Buddon Shooting Centre here Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X