For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેવિડ બેકહેમે ફૂટબોલને કહ્યું અલવિદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

david-beckham
લંડન, 17 મે: ઇગ્લેંડના પૂર્વ કેપ્ટન ડેવિડ બેકહેમે આજે ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી જેથી 20 વર્ષના તેમના ચમકદાર કેરિયરનો અંત થયો છે. પોતાના કેરિયર દરમિયાન ડેવિડ બેકહેમ દુનિયાભરમાં સુપરસ્ટારના રૂપમાં ઓળખ બનાવવામાં સફળ રહ્યાં છે.

મેનચેસ્ટર યૂનાઇટેડ, રીયાલ મેડ્રિડ, એસી મિલાન અને લોસ એંજિલન્સ ગેલેક્સી જેવી દિગ્ગજ ટીમોમાંથી રમનાર ઇગ્લેંડના 38 વર્ષીય ડેવિડ બેકહેમે પોતાની હાલની ક્લબ પેરિસ સેંટ જર્મેન (પીએસજી)ની એક વર્ષના કરારની ઓફરને નકારી કાઢતાં ફૂટબોલને અલવિદા કહ્યું હતું.

ડેવિડ બેકહેમે કહ્યું હતું કે 'હું પીએસજીનો આભારી છું તેમને મને રમત ચાલુ રાખવા માટે તક આપી પરંતુ મને લાગે છે કે આ કેરિયર ખતમ કરવાનો યોગ્ય સમય છે. જો યુવાવસ્થામાં તમે મને કહેતાં કે પોતાના બાળપણના ક્લબ મેનચેસ્ટર યૂનાઇટેડથી રમીશ અને ટ્રોફી જીતીશ, ગર્વ સાથે કેપ્ટનશીપ કરીશ અને પોતાના દેશ માટે 100થી વધુ મેચ રમીશ અને દુનિયાની કેટલીક મોટી ક્લબોનો ભાગ બનીશ તો હું તમને કહેતો કે આ કલ્પના સાચી છે. હું ભાગ્યશાળી છું કે મેં આ સપનાને સાકાર કર્યું.

ડેવિડ બેકહેમે રાષ્ટ્રીય ટીમની 115 મેચોમાં પ્રતિનિધિત્વ કર્યું છે અને તે ચાર દેશોમાં ચેમ્પિયનશિપ જીતનાર ઇગ્લેંડના એકમાત્ર ખેલાડી છે. હાલમાં અમેરિકામાં રહેતાં ડેવિડ બેકહેમના લંડનના પોતાની પત્ની વિક્ટોરિયા અને બાળકો બ્રુકલિન, રોમિયો, ક્રુઝ અને હાર્પર પાસે પરત ફરવાની આશા છે.

English summary
Former England captain David Beckham has announced that he is to retire from professional football.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X